છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઉનાળાની શરૂઆત થી જ પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાય છે તો સરકારના અનેક પ્રયાસો બાદ પણ કવાંટ તાલુકામાં પાણીની સમસ્યાને લઈ ધારાસભ્ય જયંતી રાઠવા રોષે ભરાયા છે. ગ્રામ પંચાયતોમાં ગ્રાન્ટ પડી હોવા છતાં પાણીના કામો ના કરાતા ધારાસભ્ય જયંતિ રાઠવાએ કવાંટ તાલુકા પંચાયતની મુલાકાત લઈ તલાટીઓ અને સરપંચની અવધિ પૂર્ણ થતાં નીમવામાં આવેલા વહીવટદારો સાથે બેઠક યોજી તેમની ગ્રામ પંચાયતોમાં પડેલ ગ્રાન્ટની અને કરેલ કામોની માહિતી માંગી પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગના વહીવટદારો પાસે માહિતી જ ન હતી જેને લઈ જયંતિભાઈ રાઠવાએ વહીવટદારોને આડે હાથ લીધા અને બે દિવસમાં તમામ માહિતી કાઢી જરૂરી કાર્યવાહી કરી કામો કરવા તાકીદ કર્યા છે અને જો ખોટી માહિતી હશે તો વહીવટદાર તલાટીઓ સામે તપાસ ઉભી કરાવાની ચીમકી ઉચ્ચારી છે, વધુમાં જયંતીભાઈ રાઠવાએ નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાની પણ કબૂલાત કરી છે અને એજન્સીઓ પાસેથી ફરી કામ કરાવવાની વાત કરી છે. હવે ચોમાસામાં ગણતરીના દિવસો બાકી છે તેવામાં ઉનાળાના છેલ્લા દિવસોમાં કવાંટ તાલુકાના રહીશોને પાણીની સમસ્યા ઓછી થાય તે માટે ધારાસભ્ય જયંતિ રાઠવા એક્શન મોડમાં આવ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


