Gujarat

પીએમ સ્વનિધિ યોજના લાભ મળતા અશલમભાઇ લાખાણીનો ધંધો પાટે ચડ્યો

નાના અને છુટક ધંધાર્થીઓ માટે પીએમ સ્વનિધિ યોજના આશીર્વાદરૂપ સાબિત થઇ રહી છે. કોરોના કાળમાં આ ધંધાર્થીઓને ખુબ મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો. પરંતુ આજે પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળતા તેમનો ધંધો પાટે ચડ્યો છે.

જૂનાગઢમાં ફ્રુટના ધંધો કરતા અશલમભાઇ લાખાણી કહે છે કે, લોકો ડાઉનમાં ભારે આર્થિક ખેંચનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ત્યારબાદ પીએમ સ્વનિધિ યોજનાનો લાભ મળતા તબક્કાવાર ૧૦, ૨૦ અને ૫૦ હજારની લોન મળી હતી. આ લોનના હપ્તા પણ તબક્કાવાર ભરતા રૂ. ૫૦ હજાર સુધીની લોન મળી હતી. આમ, આ લોન પેટે મળેલા નાણાંથી મારો ધંધો ફરી પાટે ચડ્યો છે. આમ, મારૂ પરિવાર સુખી અને ખુશહાલ છે. તેમ જણાવતા તેમણે અશલમભાઈએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

તેવા એક જ છુટક ટીવી, વોશિંગ મશીન વગેરેના કવર અને અન્ય ચીજવસ્તુ છુટક પથરાણા પાથરીને વેચાણ કરતા જીવુબેન મોલડિયાએ રૂા.૧૦ હજારની લોન મળી હતી. અને તેના પરિણામે તેમનો આ વ્યવસાય વેગવંતો બન્યો છે.

pm-swanidhi-2.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *