ડભોઇ
ડભોઈ તાલુકાના પીસાઈ ગામે પરિણીત યુવતીને સાસરીવાળા પિયરમાં મૂકી જઇ રાખવાની ના પાડી અને તેડવાની ના પાડતા સાસરીમાં સારું નહીં રાખતા જેથી તેને મનમાં લાગી આવતા ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી હતી. પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડભોઇ તાલુકાના પીસાઈ ગામની સીમમાં આવેલા મનીષભાઈ બાબુભાઈ પટેલના કૂવા વાળા ખેતરમાં મજૂરી કરતા જયેશભાઈ જવારીયા ભાઈ ડુંગરા ભીલ બે વર્ષ પહેલા ગરામલી બારી ફળયુ તાલુકો નસવાડી જિલ્લા છોટાઉદેપુર ખાતે રહેતા રમીલાબેન સાથે પ્રેમ લગ્ન કરેલા હોય સંસારમાં એક બાળક ત્રણ માસનું છે. તારીખ ૨૪મી જાન્યુઆરીના રોજ સાસરીમાં રહેતી હોય અને સાસરીવાળા સારું નહીં રાખતા તેના પતિ દ્વારા પિયરમાં મૂકી જઇ રાખવાની ના પાડી તેડવાની ના પાડતા પરિણીત યુવતીને મનમાં લાગી આવતા પ્રેમનો અંત લાવવા પીસાઈ ગામના સીમના ખેતરમાં કપડાની ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. બનાવના પગલે પોલીસમાં આ અંગે ફરિયાદ થતાં પોલીસે ગુનો દાખલ કરી તેના પતિ અને સાસરિયાઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા.


