Gujarat

પેપર લીક કાંડ: છોટાઉદેપુર જિલ્લામાં અસરો- જુનિયર કારકૂનની પરિક્ષાનું પેપર ફૂટી જતા પરિક્ષા રદ કરાઇ અને વિદ્યાર્થીઓ રોષે ભરાયા! 

છોટાદેપુર જિલ્લાના કુલ 29 કેન્દ્ર ઉપર કુલ 10,920 પરિક્ષાર્થીઓ જુનીયર કલાર્કની પોસ્ટ માટે પરિક્ષા આપનાર હતા.પરંતુ પેપર લીક થઇ જતાં પરિક્ષા મોકૂફ રાખવાની જાહેરાત થતાં પરિક્ષાર્થીઓમાં હતાશા અને નિરાશા વ્યાપી ગઇ હતી.બોડેલી સહિત જિલ્લાના વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સરકારની સિસ્ટમ સામે આક્રોશ વ્યક્ત કરતા નજરે પડ્યા હતા બોડેલી ના એક પરીક્ષા કેન્દ્ર પર વિદ્યાર્થીઓએ ડબલ એન્જિન સરકાર 156 સીટ મેળવીને હજી અત્યારે ફરી એકવાર ડ્રાઇવિંગ સીટ પર પર બેઠી છે અને તરત જ પેપર ફૂટવાની ઘટના બનતા ઇલેક્શનમાં ઇવીએમ મશીન માટે ચાપતો બંદોબસ્ત ગોઠવનારી સરકાર અને તંત્ર પેપર ન ફૂટે તે માટેની વ્યવસ્થા કરવામાં કેમ  નિષ્ફળ પર જાય છે  તેવા સવાલો વિદ્યાર્થીઓએ ઉઠાવ્યા હતા.
   પંચાયત સેવા પસંદગી મંડળ વર્ગ-3 જુનિયર ક્લાર્કની
પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યારે લાંબા સમય બાદ સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.રાજ્યભરના 2,995 પરીક્ષા કેન્દ્રના 31,794 વર્ગખંડમાં
પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 9 લાખથી વધુ
ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. જ્યારે ફરી એક વાર
પેપર લીક થવાની ઘટનાથી પરીક્ષા આપતા ઉમેદવારોમાં
નિરાશા જોવા મળી છે. ગુજરાતમાં પેપર લીક થવાનો
સિલસિલો યથાવત્ રહ્યો છે. અગાઉ પણ પેપર લીક થવાની
ઘટનાઓ સામે આવી ચૂકી છે. જ્યારે ફરી એકવાર પેપર
લીક થવાની ઘટના સામે આવતા મહેનત કરતા ઉમેદવારોમાં
ભારે નારાજગી જોવા મળી છે.
બોક્સ 1
મારી દીકરીની જુનીયર ક્લાર્કનું આજે પરિક્ષા હતી એટલે બોડેલી આવ્યો.પણ પેપર લીક થઇ ગયું હોવાથી અટવાઇ પડ્યા છે.વિદ્યાર્થીઓ હતાશ થઇ ગયા છે.
     – રાજેશભાઇ, રહે.હાલોલ- પરિક્ષાર્થીના પિતા
બોક્સ 2
પેપર ફૂટ્યું અને પરિક્ષા મોકૂફ કરી આવી વ્યવસ્થા યોગ્ય નથી.સરકારે ચુસ્ત બંદોબસ્ત હેઠળ મેનેજમેન્ટ રાખવું જોઈતું હતું.અગાઉ પણ મારી પરિક્ષા વખતે પેપર ફૂટ્યું હતું.અમે હતાશા અને નિરાશાની ગર્તામાં ધકેલાઇ ગયા છીએ!
      – નમ્રતાબેન, પરિક્ષાર્થી રહે.હાલોલ
બોક્સ 3
સરકારની જ બેદરકારી છે.વારંવાર પેપરો ફૂટે છે છતાં સરકારને કેમ દેખાતું નથી? કવાટથી વડોદરા ગયા અને પરિક્ષા પેપર ફૂટ્યું.અમારી મહેનત એળે ગઈ.આવવા જવાનું ખાનગી વાહનમાં કર્યું તો ભાડું ભોગવવું પડ્યું! 3-4 મહિના સુધી આ પરીક્ષા માટે મહેનત કરી રાત્રે 2 વાગ્યા સુધી રોજ જાગ્યા છેલ્લે પેપર ફૂટી ગયું.અમારી સરકારને રજુઆત છે કે,પરિક્ષાઓ બંધ કરો અને પૈસા લઇ સીધી ભરતીઓ કરવા માંડો! પેપર લીક કરનારાઓને ફાંસીની સજા આપવી જોઈએ.
       -કિરણભાઇ રાઠવા, રહે.નવાલજા તા.કવાંટ
બોક્સ 4
ઠંડીમાં ઠુઠવાઈને પરિક્ષા આપવા નીકળ્યા અને પેપર ફૂટી જતા પરીક્ષા રદ થઈ જે સરકારની ઘોર બેદરકારી છે.
        – દીપકભાઈ રાઠવા, રહે.ચાવરીયા તા.કવાંટ
નવી સરકારના નવા નિયમો હશે અને પેપર લીક નહીં થાય તેવી અપેક્ષાઓ હતી.પેપર લીક થવામાં સરકારના જ માણસો હશે! ગરીબ માણસો તો ક્યાં પેપર લીક કરવાના છે? હવે પછી પેપર લીક ન થાય તે માટે ઘનિષ્ઠ કાર્યવાહી અત્યારે પણ થવી જોઈએ!
          -સંગીતાબેન , રહે.કાંટુ તા. ઘોઘંબા જી.પંચમહાલ
બોક્સ 5
બોડેલી એસ ટી ડેપો અને પરિક્ષા કેન્દ્ર બહાર પોલીસનો ખડકલો
જુનિયર કારકુન વર્ગ ત્રણ ની પરીક્ષા માટે આજે છોટાઉદેપુર જિલ્લામાં વિવિધ પરીક્ષા કેન્દ્રો ઉપર સઘન પોલીસ બંદોબસ્ત સાથે વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી. જોકે પેપર લીક થયું અને પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી. તે સાથે ગોધરા એસ ટી ડેપોમાં વિદ્યાર્થીઓનો હલ્લાબોલ સર્જાતા તેની અસર હેઠળ પોલીસે બોડેલી સહિત છોટાઉદેપુર જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર અને એસટી ડેપો પાસે સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230129-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *