Gujarat

પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તેની કાળજી લેવા સૂચન કરતાં મંત્રીશ્રી

રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ તથા ગ્રામ વિકાસ વિભાગના
મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે ધ્રોલ માર્કેટિંગ યાર્ડ ખાતે ચાલતા ચણા તથા રાયડા ખરીદ કેન્દ્રની મુલાકાત લઇ ખરીદ- વેચાણ
વ્યવસ્થાઓની ચકાસણી કરી હતી. મંત્રીશ્રીએ આ તકે ચણા તથા રાયડાની થયેલ આવક, થયેલ નોંધણી, ખેડૂતોને ચૂકવવામાં
આવતી રકમ વગેરેની તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમજ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થાઓ, કાર્યપદ્ધતિ અંગે ઉપસ્થિત ખેડૂત
ભાઈઓ સાથે ચર્ચા કરી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા. તેમજ પોતાની જણસ વેચવા આવતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી
ન પડે તેની કાળજી લેવા યાર્ડના પદાધિકારીશ્રીઓને સૂચન કર્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રી સાથે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધરમશીભાઈ ચનિયારા, માર્કેટિંગ યાર્ડ ધ્રોલના પ્રમુખ શ્રી દેવકરણભાઈ
ભાલોડિયા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી લખધીરસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી મનસુખભાઈ
ચભાડીયા, શ્રી નવલભાઈ મૂંગરા, શ્રી પોલુભા જાડેજા, શ્રી સમીરભાઈ શુક્લ, મહાવીરસિંહ જાડેજા, શ્રી ડી.ડી. જીવાણી,
ભીમજીભાઈ મકવાણા, રસિકભાઈ ભંડેરી, મયુરસિંહ જાડેજા, જયંતીભાઈ કગથરા સહિતના આગેવાનો જોડાયા હતા.

CHANA-KHARIDI-5.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *