પોલીસ અધિક્ષકશ્રી અમરેલી શ્રી હિમકરસિંહ સાહેબની સુચના મુજબ ભારત સ્વચ્છતા અભિયાન અંતર્ગત આજરોજ તા.૧૮/૦૩/૨૦૨૩ નારોજ સાવરકુંડલા ડીવીઝનના સાવરકુંડલા ટાઉન-સાવરકુંડલા રૂરલ વંડા કુલ-૦૩ પોલીસ સ્ટેશનમાં ગેરકાયદેસર પકડાયેલ ઇંગ્લીશ દારૂનો જથ્થો નામ કોર્ટ માંથી મંજુરી મેળવી સાવરકુંડલા લીલાપીરની ધાર પાછળ ખુલ્લી સરકારી પડતર જગ્યામાં પ્રાંત અધિકારીશ્રી ડી.એચ.ભાલાળા સાહેબ,સાવરકુંડલા તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ તથા નશા બંધી આબકારી અમરેલીના અધિકારીશ્રી તથા ડીવીઝનના કુલ-૦૩ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટરશ્રી તથા પોલીસ સબ ઇન્સપેક્ટરશ્રી નાઓની સમક્ષ કુલ ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-૩૧૬૩, કિં.રૂ.૮,૮૮,૩૩૦ ની કિંમતનો ઇગ્લીશ દારૂની રોલર ફેરવી નાશ કરવામાં આવેલ છે.તેમજ નગરપાલિકા દ્વારા સ્થળ સફાઇ કરવામાં આવેલ છે. તા.૧૮/૦૩/૨૦૨૩
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


