માળિયાહાટીના તાલુકાના ચોરવાડ પોલીસ સ્ટેશન ખાતે પોલીસ સ્ટાફ માટે પી.એમ.જે.વાય કાર્ડ કાઢવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ સ્ટાફના આભા કાર્ડ પણ કાઢી આપવામાં આવ્યા હતા અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યા હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત પોલીસ અધિક્ષક એ સૂચના આપી હતી. આથી તાલુકા હેલ્થ ઓફીસર ડો.આભા મલ્હોત્રાના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર મિતેષ કછોટ અને ટીમ દ્વારા આ કેમ્પનું આયોજન કર્યું હતું. જેમાં ચોરવાડ પોલીસ સ્ટેશન પી.એસ.આઇ. ગઢવી અને સ્ટાફે સાથ સહકાર આપ્યો હતો.


