કલેક્ટર શ્રી રચિત રાજે પ્રજાલક્ષી પ્રશ્નોનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા માટે સંબંધિત અધિકારીઓને નિર્દેશ આપ્યાં હતા.
કલેક્ટર કચેરીના શાખાધ્યક્ષ સાથેની આ સમીક્ષા બેઠકમાં ડિસ્ટ્રિક્ટ સ્કોરિંગ મેટ્રિક્સ, આઈઆરસીએમએસ, આઈએફએમએસ, ઈ-ધરા હેઠળની વિવિધ મહેસૂલી સહિતની કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ એડીએમ સહિતના શાખાના પેન્ડિંગ કેસોના નિરાકરણ માટે કલેકટરશ્રીએ જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
ઉપરાંત પ્રજાસત્તાક દિનની ઉજવણીની પૂર્વ તૈયારીઓ સંદર્ભે પણ જરૂરી સૂચનાઓ કલેકટરશ્રીએ આપી હતી.
આ બેઠકમાં કલેક્ટર કચેરીના જુદી-જુદી શાખાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
