Gujarat

પ્રધાનમંત્રીશ્રીના વિદ્યાર્થીઓ સાથેના વાર્તાલાપ પરીક્ષા પે ચર્ચાની છઠ્ઠી આવૃત્તિનું દિલ્હી ખાતે લાઈવ ટેલીકાસ્ટ ભારતભરના વિદ્યાર્થીઓને પ્રેરિત કરવા માટે પ્રસારિત કરવામાં આવ્યું હતું,

 જેનો લાભ છોટાઉદેપુરના વિદ્યાર્થીઓને મળે તે માટે એસ એફ હાઈસ્કુલના ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે પ્રોજેક્ટર પર ખાસ શો ગોઠવીને જીવંત પ્રસારણનું આયોજન કરાયું હતું. જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાના ભયને દુર કરવા માટે આ ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં છોટાઉદેપુરના સાંસદ ગીતાબેન રાઠવા, જીલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જીલ્લા શિક્ષણાધિકારી ક્રિષ્નાબેન પાંચાણી, જીલ્લા ભાજપ મહામંત્રી મેહુલભાઈ પટેલ, ગુજ. સેકન્ડરી એજ્યુ. બોર્ડના સભ્ય મુકેશભાઈ પટેલ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. દિલ્હીથી પ્રસારણનો સમય ૧૧ વાગ્યાનો હોય આ પહેલા બાળકોને પ્રેરણા આપવા અને બાળકો સાથે વાર્તાલાપ માટે ગીતાબેન રાઠવાએ જીવનમાં ભણતરનું મહત્વ સમજાવ્યું હતું અને ડગલે પગલે આવતી કસોટીઓ માંથી નાસીપાસ થવાને બદલે તેને હિંમતભેર કેવી રીતે સામનો કરવો જોઈએ તે સમજાવ્યું હતું. જીલ્લા પંચાયતના પ્રમુખ મલ્કાબેન પટેલે પણ બાળકોને વિદ્યાર્થી અવસ્થામાં ખુબ મહેનત કરવી જોઈએ જેથી જીવનમાં તમે ધારેલું કાર્ય કરી શકો. તેમજ આ સમય જીવનનો સૌથી સોનેરી સમય ગણાવ્યો હતો. આવો સામુહિક પ્રોગ્રામ કરવા બદલ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરીના ક્રિષ્નાબેન પાંચાણીની પ્રવૃતિઓને સરાહનીય ગણાવી હતી. દિલ્હી ખાતેથી કાર્યક્રમનું પ્રસારણ થતા આ તમામ મહાનુભાવો ઓડિયન્સમાં સામેલ થયા હતા અને પ્રધાનમંત્રીશ્રીના સમગ્ર દેશના અલગ અલગ ખૂણામાંથી વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબો એસએફ સ્કુલના વિદ્યાર્થીઓ તેમજ આવેલા મહેમાનોએ ખુબ જીણવટ પૂર્વક સાંભળ્યા હતા. જીવંત પ્રસારણ ઇન્ટરએક્ટીવ અને પ્રોજેક્ટર પર સુચારુ રૂપથી થયેલું હોવાથી વિદ્યાર્થીઓને ખુબ રસ લીધો હતો. પ્રોગ્રામને અંતે શાળાના આચાર્યએ સૌનો આભાર માન્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

IMG-20230127-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *