જામનગરના બેડી રેલવે ઓવર બ્રિજ પાસે આવેલા પ્રધાનમંત્રી આવાસ યોજના થકી નિર્માણ પામેલ વીર
સાવરકર ભવનના લાભાર્થી ક્રિષ્નાબેન ઓઝા જણાવે છે કે હું 7 વર્ષથી ભાડાના મકાનમાં રહેતી હતી. મને પાડોશ માંથી
સાંભળવા મળેલ કે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરાઈ રહ્યા છે. મારુ ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે મે ફોર્મ ભર્યું
હતું જેના થકી અમને મકાન મળ્યું છે. મારા પતિ મુંબઈમાં નોકરી કરે છે અને હું સિલાઈ મશીન ચલાવી ઘરનું ગુજરાન ચલાવું
છું. ત્યારે આવાસ યોજનાના લાભ થકી અમને પોતાનું ઘર મળતા સ્વપ્ન સાકાર થયું છે તે બદલ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ
મોદીનો આભાર.


