Gujarat

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મનકી બાત કાર્યક્રમ ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા ના ગ્રામ જનો સાથે બેસીને નિહાળતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત ના ૯૯ માં હપ્તા નું જીવંત પ્રસારણ સાબરકાંઠા જિલ્લાના કાંકણોલ ના ગ્રામ જનો સાથે સહભાગી થઈને નિહાળ્યું હતું. મુખ્યમંત્રી રવિવારે સવારે કાંકણોલ પહોંચ્યા હતા અને સ્વામી નારાયણ મંદિરમાં ગ્રામજનો સાથે બેસીને વડાપ્રધાન ના મન કી બાત ના એપિસોડ નું જીવંત પ્રસારણ નિહાળવામાં ગ્રામ જનો સાથે જાેડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ને પોતાની સાથે બેસીને મન કી બાત માં સહભાગી થતા જાેઈ ને ગ્રામજનો મુખ્યમંત્રી ની સહજતા, મૃદુતા થી ભાવવિભોર થયા હતા અને ભારત માતા ના જયઘોષ થી સ્વાગત કર્યું હતું.
મન કી બાતના આ એપિસોડ માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લોકોની સહાય માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરતા લોકો, અંગદાન, નારીશક્તિ, સ્વચ્છ ઊર્જા, એક ભારત શ્રેષ્ઠ ભારત, એકતા, ૧૭ થી ૩૦ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં યોજાનાર સૌરાષ્ટ્ર – તમિલ સંગમ સંમેલન, કાશ્મીરના દલ તળાવમાં કમળકાકડીની ખેતી, કાશ્મીરના ડોડા જિલ્લામાં થતી લેવેન્ડરના ફૂલની ખેતી, કુપવડામાં માતા શારદાના નવનિર્મિત મંદીર વગેરે વિવિધ વિષયે વિસ્તૃત વાત કરી હતી.
આ અવસરે સાબરકાંઠા જિલ્લાના સાંસદ દીપસિંહ રાઠોડ, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, હિંમતનગરના ધારાસભ્ય વી.ડી.ઝાલા, ઇડર ધારાસભ્ય રમણલાલ વોરા, પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર ખેડબ્રહ્માના પૂર્વ ધારાસભ્ય અશ્વિન કોટવાલ, પ્રાંતિજના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, પૂર્વ શિક્ષણમંત્રી જયસિંહ ચૌહાણ, જિલ્લા પંચાયત પ્રમુખ ધીરજ પટેલ, નગરપાલીકા પ્રમુખ યતીનાબેન મોદી, મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા વગેરે રાજકીય આગેવાનો પણ જાેડાયા હતા.
કાંકણોલ ખાતે મન કી બાત નું પ્રસારણ જાેવામાં પંચાયત અને ગ્રામ વિકાસ ના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, ગ્રામ વિકાસ કમિશનર મિલિન્દ તોરવણે અને સચિવ સંદિપ કુમાર સહિત જિલ્લા કલેકટર હિતેશ કોયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી દીપેન શાહ , જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલા સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Page-31-01.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *