Gujarat

પ્રભારીમંત્રીના અધ્યક્ષસ્થાને જીલ્લા આયોજન મંડળની બેઠક તા.૧૭ ફેબ્રુઆરીના રોજ યોજાશે. 

છોટાઉદેપુર જીલ્લાના પ્રભારી ભીખુસિહ પરમાર, અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રીના અધ્યક્ષસ્થાને તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૧૦.૩૦ કલાકે જીલ્લા આયોજન મંડળની એક બેઠક યોજાશે. જેમાં વિકેન્દ્રિત જીલ્લા આયોજનની વિવિધ જોગવાઈ હેઠળની રીવાઈઝ/ રદ કરવા માટે/ બચત આયોજન તેમજ ૧૫% વિવેકાધીન જોગવાઈના તાલુકા અને નગરપાલિકા આયોજનની બહાલી મેળવવા, ડી.ડી.પી., ધારાફંડ અને એટીવીટી હેઠળ મંજુર થયેલા કામો માટે વહીવટી માંજુરીઓ આપવા માટેની સમય મર્યાદા અને એક્શન પ્લાન માટેની સરકારશ્રીની સૂચનાઓ બાબતે ચર્ચા, જીઓ ટેગિંગની કામગીરી અને અન્ય ઓનલાઈન કામગીરી બાબતે, એમપીએલએડીએસ હેઠળ રાજ્યસભા સંસદ્નીધીની સમીક્ષા, ચાલુ વર્ષના ગ્રાન્ટના કામોની બહાલી બાબતો વગેરે અજેંડા કાર્યસૂચિમાં મુકવામાં આવેલ છે. આ બેઠક તા.૧૭ રોજ જીલ્લા સેવા સદન ખાતે સંકલન હોલમાં યોજવામાં આવનાર છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *