તા.૧૩-૦૫-૨૦૨૩ ને શનિવાર ના દિવસે HDFC Benk પરિવર્તન અંતર્ગત ક્લાયમૅટ સ્માર્ટ અગ્રીકલ્સર ખેડૂત તાલીમ માળીયા તાલુકાના કુકસવાડાના (વડઘુ વાડી વિસ્તારમાં ) પ્રાકૃતિક કૃષિની પ્રોજેક્ટર દ્વારા માહિતી માર્ગદર્શન કિશોરભાઈ ચુડાસમા દ્વારા આપવામાં આવી તેમજ પ્રગતિશીલ ખેડૂત (શિક્ષક) નારણભાઈ વાળા દ્વારા રાસાયણીક ખાતરો જંતુનાશક દવાઓથી દુર રહી પ્રાકૃતિક કૃષિ કરી નીરોગી તંદુરસ્ત રહ્યો એવા ધરતીપુત્રોને માહિતગાર કર્યાં
વડઘૂ વિસ્તારમાં ૧૦૦ જેટલા ધરતી પુત્રો ને ગાય આધારિત પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ બીજામૃત જીવામૃત ઘનજીવામૃતની વાપસા આસાદાન મિશ્રપાકની માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું
અને સાથે સાથે ગૌધન બચાવો ખેતી બચાવો પર્યાવરણ બચાવો સ્વાસ્થ્ય બચાવો મુંગા પશુઓ પક્ષીઓને બચાવો એવી ખૂબ સુંદર માહિતી માર્ગદર્શન આપવામાં આવ્યું
ગામની સમૃધ્ધિનો માર્ગ ગૌપાલન અને પ્રાકૃતિક કૃષિ……..
ચાલો…….ગાંવ….. કી……ઓર….. રિપોર્ટર. વિમલ રાઈકુંડલીયા