Gujarat

પ્રાથમિક શાળાઓમાં ધો.૬થી ૮ની પરીક્ષાનો ૧૨ એપ્રિલથી થશે પ્રારંભ હાલ ધો. ૩થીપની પરીક્ષા ચાલી રહી છેઃ  

ગીરગઢડા
 ભરત ગંગદેવ
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ દ્વારા રાજ્યભર ની પ્રાથમિક શાળાઓમાં ધો.૩ થી પ ની દ્વિતિય સત્રની પરીક્ષા ચાલી રહી છે.ધો. ૬ થી ૮ ની પરીક્ષા આગામી તારીખ ૧૨ એપ્રિલથી શરૂ થશે અને ૨૧ એપ્રિલના રોજ પૂર્ણ થશે.
ધો.૩.થી.પ.ની દ્વિતિય સત્રની પરીક્ષા હાલ  ચાલી રહી છે.પરીક્ષાનો સમય સવારે ૮.થી ૧૦.નો રાખવામાં આવ્યોછે.આ પરીક્ષા ૪૦ ગુણની રાખવામાં આવી છે.ધો.૩ અને ૪ના વિદ્યાર્થીઓએ કસોટીપત્રમાં ઉત્તરો લખી રહ્યા છે.જ્યારે ધો.પ.થી.૮ના વિદ્યાર્થીઓએ ઉત્તરો અલગજવાબવહીમાં લખવાના રહેશે.
ધો.૬.થી.૮.ની પરીક્ષા આગામી તા.૧૨ એપ્રિલથી શરૂ થશે.જે ૨૧ એપ્રિલના રોજ પૂર્ણ થશે.
આ પરીક્ષાઓ માટે ગુજરાતી પ્રથમ ભાષા,ગણિત,વિજ્ઞાન,સામાજિક વિજ્ઞાન અને પર્યાવરણ વિષયની કસોટીઓ માટે સમાન સમયપત્રકના આધારે નિયત પરીરૂપના આધારે કસોટી પત્રો તૈયાર કરવામાં આવ્યા છે.બાકીના વિષયોની કસોટી સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સ્વૈચ્છિક રીતે પોતાની શાળાકક્ષાએ તૈયાર કરેલા સમયપત્રકના આધારે લેવાની રહેશે.
ધોરણ – ૧ માં પ્રવેશ બાબત
આવનાર વર્ષ ૨૦૨૩-“૨૪ માં ધોરણ – ૧ માં નવીન પ્રવેશ મેળવવા માટે બાળકે પહેલી જૂન ૨૦૨૩ ના રોજ ૬ વર્ષ પૂર્ણ કરેલા હોવા જોઈએ.
બાળકની જન્મ તારીખ ૧/૬/૨૦૧૭ પહેલાની હોવી જોઈએ. નામાંકન પ્રક્રિયા હાલ ચાલુ છે,તો ધોરણ – ૧ માં નવીન પ્રવેશ માટે જરૂરી આધાર પુરાવા સાથે શાળાની મુલાકાત લો.
જરૂરી પુરાવા: ૧) જન્મનો દાખલો
૨) બાળકનું આધારકાર્ડ
૩) બેંક ખાતા નંબર
૪) રેશન કાર્ડ
5) મોબાઈલ નંબર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *