Gujarat

 ફિઝીયોથેરાપી નિદાન અને કેલ્શિયમ ચેકઅપ કરી, ઇલેક્ટ્રિક હીટિંગ પેડ વિતરણ કરાયું

જૂનાગઢ તા.૯ ૮મી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત ભિક્ષુક ગૃહ ખાતે રહેતા મહિલાઓ તથા સખીમંડળની મહિલાઓનો ફ્રી નિદાન કેમ્પ યોજવામાં આવેલ હતો.

   આ કેમ્પમાં હાડકા નબળા પડી જવા, શરીરના કોઈપણ સાંધાનો દુઃખાવો સતત રહેતો હોય, આખા શરીરમાં હાડકાની કળતર થવી, રજોવૃતિમાંથી (મહિલાઓ માટે) પસાર થઈ રહ્યા હોય, ઘૂંટણમાં ઘસારો થવો, સહિત ફિઝિયોથેરાપી (કસરત), તપાસ દ્વારા અમુક ઉંમર પછી શરીરને કેવી રીતે ફિઝિકલી ફિટ રાખવુ તે અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે હાડકામાં રહેલ કેલ્શિયમની ઉણપની પણ તપાસ કરી આપવામાં આવી હતી. આ તપાસ અંદાજિત રૂપિયા ૬૦૦ થી ૮૦૦ ના ખર્ચે થતી હોય છે. જે તમામ ઉપસ્થિત મહિલાઓને વિના મૂલ્યે ચેકઅપ કરી દવા પણ આપવામાં આવી હતી. તેમજ ઉપસ્થિત દરેક મહિલાઓ અને વડીલોને ઇલેક્ટ્રિક હીટિંગ પેડનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ કેમ્પનું ઉદ્દઘાટન જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર શ્રીમતિ ગીતાબેન પરમાર દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હતું. આ તકે જૂનાગઢ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ડેપ્યુટી કમિશનર શ્રી જયેશભાઈ વાજા, જી.એમ.ઇ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડો.નયના લકુમ, સત્યમ સેવા યુવક મંડળના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

     આ કેમ્પમાં સહજાનંદ ફિઝીયોથેરાપી અને રિહેબ સેન્ટરના ડો.ભુમી ભટ્ટ, ડો.બંસી પટેલ, ડો. સલોની રૂપારેલિયાએ પોતાની સેવા આપેલ હતી. અને મદદમાં ચિતવનભાઇ અને રિઝવાનભાઈ રહ્યા હતા. આ કેમ્પને સફળ બનાવવા માટે જૂનાગઢ મહાનગરપાલિકાના ભિક્ષુક ગૃહના ઇન્ચાર્જ નિશાબેન ધાંધલ તથા પ્રયાગરાજ ટીલાવત, સંજય બુહેચા સહિતનાઓએ ભારે જહમત ઉઠાવી હતી.

pustak-vitarak1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *