મકસુદ કારીગર,કઠલાલ
ડેમોઇ તથા કપડવંજ ખાતેની સો મીલ માં લાકડા ભરેલ ટ્રેકટરની હેરાફેરી કરવી હોયતો વ્યવહાર કરવો પડશે તેમ જણાવતા ફરિયાદી એ એસીબી માં જાણ કરી હતી.ત્યારે રૂપિયા પાંચ હજારની લાંચ લેતા મોડાસાના વનપાલ (ફોરેસ્ટર) ભગવાનસિંહ રાજેન્દ્રસિંહ રહેવર અને નિવૃત વનપાલ ગુણવંત સોમાભાઇ બ્રહ્મભટ્ટ ને નડિયાદ એસીબી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિત મુજબ નડિયાદ એસીબી એ ખેડા જિલ્લાના કપડવંજના ચપટીયા પાસે છટકુ ગોઠવી બે લાંચીયા લોકોને ઝડપી લીધા છે. જેમાં એક નિવૃત્ત વનપાલ છે તો અન્ય મોડાસાના ફરજ પર ચાલુ વનપાલ અધિકારી છે. આ બંન્નેએ સાથે મળીને લાકડાની હેરાફેરી માટે એક પાસે લાંચનો વ્યવહાર કરતાં રૂપિયા પાંચ હજારની લાંચ સ્વીકારતા રંગે હાથે પકડાઈ જતા એસીબી દ્વારા આરોપીઓને ડિટેઇન કરી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.


