Gujarat

 બંધારણના અમલી બન્યા ના ૭૨ વર્ષ બાદ પણ મુળ સૌરાષ્ટ્ર રાજ્યના આદિવાસી રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો પોતાના આદિવાસી તરીકે ના બંધારણીય અધિકાર થી વંચિત રહી જવા પામેલ છે  

મુળ સૌરાષ્ટ્ર રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી ઢેબરભાઈ અને પુષ્પાબહેન મહેતાના પ્રયાસો થી સૌરાષ્ટ્ર સરકારે કરેલી દરખાસ્ત ને ભારતના રાષ્ટ્રપતિએ તારીખ ૨૯/૧૦/૧૯૫૬ના જાહેરનામાથી સૌરાષ્ટ્ર રાજ્યના ગિર, બરડા આને આલેચના જંગલોમાં જાહેરનામાના દિવસ અને તે પહેલાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ સમાજના લોકો ને આદિવાસી નો દરજ્જો આપ્યો હતો ત્યાર બાદ આ લોકોની ઉન્નતિ અને શિક્ષણ સહિતના સર્વાંગી વિકાસ માટે ઢેબર સરકારના મહિલા મંત્રી પુષ્પાબહેન મહેતાએ ખુબ યોગદાન આપ્યું હતું                      ૧૯૬૦ માં નવનિર્મિત ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર રાજ્યના વિલીનીકરણ બાદ સૌરાષ્ટ્ર રાજ્યના આ માલધારી આદિવાસી વર્ગના લોકોને નોંધાયા મુકી દેવાતા તેમની ઉન્નતિ અટકી ગઈ હતી યોગ્ય નેતૃત્વ, સંગઠ્ઠન,  અને શિક્ષણ ના અભાવ અને રાજ્ય સરકારની બેજવાબદાર નિતી નો ભોગ આ સમાજને વિકાસ થી વંચિત રાખવામાં મોટો ભાગ ભજવ્યો છે
   ગુજરાત સરકારે ૧૯૭૨મા ગિર માં ઈકો ડેવલપમેન્ટ પ્લાન અમલી બનાવી ગિરના જંગલના નેશોમા વસવાટ કરતા આ વર્ગના લોકોને જંગલમાંથી બહાર કાઢવા ફરજ પાડી તેના અધિકારો ને અબાધિત રાખી પુનઃ વસવાટ યોજના નિચે પરીવાર દીઠ ૨૦ વિધા જમીન અને પશુઓ માટે વાડા તથા રહેવા મકાનો સાથે જૂનાગઢ જિલ્લામાં બાબરા ગિર, મેંદરડા, માંગરોળ તાલુકામાં ચોટલી વિડી,વલલભગઢ સહિત અનેક તાલુકાઓમાં માલધારી વસાહતો બનાવી તેમાં પુનઃવસન કરાવ્યું હતું આ માટે જૂનાગઢ જીલ્લા પંચાયત માં માલધારી પુનઃવસન શાખા પણ કાર્યરત કરાઈ હતી માલધારીઓ ને જંગલ મુકાવી દીધા બાદ તેમને ભગવાન ભરોસે છોડી દેવાતા દસેક વર્ષમાં જ અનેક વસાહતો ઉજ્જળ બની જવા પામી હતી તેમને અપાયેલ જમીનો ભદ્ર સમાજના લોકોએ મફતના ભાવે પડાવી લીધી હતી અને સરકાર માં નાણાં અને વગ વાપરીને નવી સરતમાથી જૂની સરતમા ફેરવી પ્રતિબંધિત પ્રકારની જમીનો હોવા છતાં રેવન્યુ રેકર્ડમાં પોતાના નામે ચડાવી દીધી હતી આદિવાસી ની જમીન સરકારની મંજૂરી વિના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં કાયદાને નેવે મૂકી નામ ફેર કરી દેવામાં આવી હતી બરડા અને આલેચના જંગલના નેશોમા આજે પણ વિજળી,પીવાનુ પાણી, રેશન શોપ, શાળાઓ,પશુ સારવાર, રસ્તાઓ,અસ્પતાલો, રહેવાના મકાનો જેવી માળખાગત પ્રાથમિક સુવિધાઓ આજે પણ ઉપલબ્ધ કરાવવામાં આવી નથી
    રાષ્ટ્રપતિ ના જાહેરનામા ની તારીખ ૨૯/૧૯/૧૯૫૬ પહેલા ગિર, બરડા આને આલેચ ના જંગલોમાંથી જુદા જુદા કારણોસર જાતે વિસ્થાપિત થયેલા આ સમાજના અનેક પરીવારનો જે આપ બળે શિક્ષિત થયા છે તેમને સરકાર દ્વારા આદિવાસી તરીકે ના જાતિ પ્રમાણપત્ર આપવામાં અખાડાઓ કરવામાં આવી રહયા છે ૧૯૯૪મા આવા પરીવારનો ની ઓળખ ગુજરાત સરકારે રચેલા મલકાણ પંચે કરી આપેલ અહેવાલ ના આધારે તત્કાલીન ચીમનભાઈ પટેલ સરકારે આપેલ વિગત દર્શક કાર્ડો ને તેના પછીની સરકારોએ અપુરતા ગણી ભાજપની મહેતા સરકારે ને ના તાલુકાના મામલતદાર, વિકાસ અધિકારી અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર ની કમીટી બનાવી છતાં યોગ્ય લોકોને જાતિ પ્રમાણપત્ર મળતા ન હોય ૨૦૦૫ માં નરેન્દ્ર મોદી સરકારે આ પ્રશ્ર્ને નેશની કમીટીનુ વિકેન્દ્રીકરણ કરી દરેક તાલુકા મથકે કમીટી અમલી બનાવી હતી જેને કારણે અનેક પરીવારનો ને જાતિ પ્રમાણપત્ર મેળવવા માં સરળતા થઇ હતી તેમના કેન્દ્ર ની રાજનીતિ માં ગયા બાદ ફરી આવી કમીટીઓનુ કેન્દ્રીય કરણ કરી દેવામાં આવ્યું , વચ્ચે રુપાણી સરકારે કમિટીના નિર્ણય ના આધારે મેળવેલ જાતિ પ્રમાણપત્ર ધારક પરીવાર ના ક્રમિક ઉતરતી પેઢીના સીધી લીટી ના વારસ સંતાનોને લોહીના સંબંધો ના આધારે તેના હાલના વસવાટ ના તાલુકા મથકે થી જાતિ પ્રમાણપત્ર આપવા નિર્ણય કર્યા બાદ આ પરીપત્ર પણ રદ્દ કરી જાતિ પ્રમાણપત્ર આપવા માટે  ગુજરાત હાઈકોર્ટ ના વિગત દર્શક કાર્ડ ને પુરાવા તરીકે સ્વિકારવા ના હુકમ તથા ગુજરાત હાઇકોર્ટ માં સૌરાષ્ટ્ર ના આદિવાસી રબારી, ભરવાડ અને ચારણ સમાજ ને જાતિ પ્રમાણપત્ર આપવા માટે મસવાડીની પહોંચ, વિગત દર્શક કાર્ડ,અને અગાઉ કોઈ એ મેળવેલ જાતિ પ્રમાણપત્ર પૈકી કોઈ એક પુરાવો રજૂ થાય તો તેને જાતિ પ્રમાણપત્ર આપવુ જોઈએ તેવું સોગંદનામું તત્કાલીન આદિજાતિ કમિશ્નર દ્વારા હાઇકોર્ટમાં કરવા આવેલ હતું છતાં બદલાતી સરકારોની સાથે બદલાતા નિયમોને કારણે આજે સરકારે જેમને વિસ્થાપિત કરેલા છે તેવા પરીવારનો ને પણ જાતિ પ્રમાણપત્ર મળતા નથી હવે ગુજરાત સરકારે સૌરાષ્ટ્ર ના આદિવાસી રબારી, ભરવાડ અને ચારણ સમાજના સાચા આદિવાસી શોધવા ફરી એક કારીયા પંચની રચના કરી છે અપાયેલા જાતિ પ્રમાણપત્ર ની ખરાઈ માટે કાયદો બનાવી નોકરી માટે ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરતા વિદ્યાર્થીઓ ને તેમાં થી પસાર થવું ફરજિયાત કરાતા નોકરી નો ઓર્ડર મળવામાં એક વર્ષ જેટલો સમય વિશ્લેષણ સમીતી ની ખરાઈ માં જતો હોય આ માટે ચુંટણી પહેલા ગાંધીનગર માં આંદોલન પણ થયું હતું જે હેલ્લો ટ્રમ્પ કાર્યક્રમ અને કોરોના ને કારણે સંકેલાઈ ગયા બાદ તા.૯/૯/૨૨ ના રોજ કેશોદ નજીક પાણીધ્રાની ધારે આ પ્રશ્ર્ને માલધારી મહા સંમેલન પણ યોજાયુ હતું છતાં કોઈ પરિણામ આવ્યું નથી આ રીતે આ સમાજના લોકો બંધારણીય અધિકાર મળ્યા ના૬૪વર્ષે પણ પોતાના અધિકારો થી વંચિત છે,,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ
અહેવાલ, કાનાભાઈ ચાવડા
એડવોકેટ માંગરોળ,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *