Gujarat

બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળામાંથી સિમેન્ટની ચોરી કરનાર પાંચ ઇસમોને સિમેન્ટ, વાહન સહિત કુલ કિં.રૂ. ૩,૯૩,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-
બગસરા તાલુકાના પીઠડીયા ગામે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું બાંધકામ રોકહીલ એન્ટપ્રાઇઝ કંસ્ટ્રકશન કંપની દ્વારા શરૂ હોય, જે બિલ્ડીંગના બાંધકામ સબબ સિમેન્ટની થેલીઓ પ્રાથમિક શાળાના મેદાનમાં રાખવામાં આવેલ હતી, ગઇ તા.૦૪/૦૪/૨૦૨૩ થી તા.૦૬/૦૪/૨૦૨૩ દરમિયાન પ્રાથમિક શાળાના મેદાનમાં રાખેલ સિમેન્ટની થેલી નંગ ૧૨૦/- કુલ કિ.રૂ.૪૩,૨૦૦/- ની કોઇ અજાણ્યા આરોપીઓ ચોરી કરી લઇ ગુનો કરેલ હોય, જે અંગે કંન્સ્ટ્રકશનના સુપરવાઇઝર દિવ્યેશગીરી ધરમગીરી ગૌસ્વામી, ઉ.વ.૨૪, રહે.રામપરા, તા.ઉના, જિ.ગીર સોમનાથ વાળાએ અજાણ્યા આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા બગસરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં,
૧૧૧૯૩૦૦૯૨૩૦૭૬૬/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુન્હો રજી. થયેલ. ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી, થયેલ
અનર્ડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને ગઇ કાલ તા.૦૭/૦૪/૨૦૨૩ નાં રોજ બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે બગસરા તાલુકાના પીઠડીયા ચોકડી પાસેથી ઉપરોકત ચોરીમાં ગયેલ સિમેન્ટની થેલીઓ બોલેરા ગાડીમાં હેરફેર કરતા પાંચ ઇસમોને પકડી પાડી, પકડાયેલ આરોપીઓ તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓની વિગતઃ-
(૧) હીરેન નારણભાઈ ગાધે, ઉ.વ.૨૫, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી
(૨) રાહુલ મનુભાઇ વાવડીયા, ઉ.વ.૧૮, રહે.મોરસલ, તા.સાયલા, જિ.સુરેન્દ્રનગર હાલ રહે.તોરી, નારણભાઈ રાવતભાઇ ગાધેની વાડીએ, તા.વડીયા, જિ.અમરેલી
(૩) વજુ નાનજીભાઇ બોહરીયા, ઉં.વ.૩૨, રહે.તોરી, શીવપરા, તા.વડીયા, જિ.અમરેલી
(૪) સિધ્ધાર્થ ચંદુભાઇ કોટડીયા, ઉ.વ.૨૦, રહે.તોરી, તાવડીયા, જિ.અમરેલી
(૫) સંતોષ મેઘાભાઇ સાનીયા, ઉ.વ.૨૨, રહે.તોરી, તા.વડીયા, જિ.અમરેલી
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-
હાથી સિમેન્ટની કુલ થેલી નંગ ૧૨૦ કિ.રૂ. ૪૩,૨૦૦/- તથા એક બોલેરો ગાડી રજી. નં. જી.જે.૩૩,ટી.૧૨૩૦
કિં.રૂ.૩,૫૦,૦૦૦/- મળી મળી કુલ કિં.રૂ.૩,૯૩,૨૦૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના હેડ કોન્સ. અજયભાઇ સોલંકી, આદિત્યભાઈ બાબરીયા, તથા પો.કોન્સ. ઉદયભાઈ મેણીયા, તુષારભાઇ પાંચાણી, અશોકભાઇ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230408-WA0030.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *