Gujarat

બગસરા પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં છેલ્લા ૧૫ વર્ષથી નાસતા ફરતા લીસ્ટેડ આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા ગુનાઓ કરી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જીલ્લામા ગુનાઓ આચારી, પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ
એલ.સી.બી. ટીમે બગસરા પોલીસ સ્ટેશન ફ.ગુ.ર.નં.૪૪/૨૦૦૮, ઇ.પી.કો. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુનાનો આરોપી છેલ્લા ૧૫ વર્ષથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસતો ફરતો હોય, તેમજ મજકુર આરોપીનું નામ.બગસરા કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબનું વોરંટ ઇસ્યુ થયેલ હોય, ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે સુરત ખાતેથી મજકુર લીસ્ટેડ આરોપીને ભોગ બનનાર સાથે પકડી પાડી, આગળની કાર્યવાહી થવા સારૂ બગસરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
→ પકડાયેલ
આરોપીની વિગતઃ-
ગોપાલ ભીખુભાઇ ચૌહાણ, ઉ.વ.૪૦, મુળ રહે. ખંભાળીયા, તા.ભેંસાણ, જિ.જુનાગઢ, હાલ રહે.રાજકોટ, મોરબી જકાતનાકા, ઝુંપડપટ્ટી વિસ્તાર, તા.જિ.રાજકોટ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના હેડ કોન્સ.અજયભાઇ સોલંકી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, તુષારભાઇ પાંચાણી, હરેશભાઇ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230116-WA0010.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *