Gujarat

બનાસકાંઠાના અમીરગઢના જૈન મંદિરમાં ભગવાનના ઘરેણાની ચોરી

બનાસકાંઠા
દુકાનો અને ઘર બાદ હવે તસ્કરો મંદિરોમાં ભગવાનને પણ નિશાન બનાવી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં ભગવાનના ઘરેણાની ચોરી થઇ છે. મોડી રાત્રે કેટલાક ઈસમો દેરાસરમાં પ્રવેશી મંદિરમાં મૂર્તિઓને પહેરાવેલા ઘરેણાંની ચોરી કરી ત્યાંથી ફરાર થઇ ગયા હતા. ચોરી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે. ઘટના અંગે સ્થાનિકોએ પોલીસને જાણ કરતા અમીરગઢ પોલીસ તત્કાલિક ઘટના સ્થળ પર પહોંચી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.અમીરગઢમાં અગાઉ પણ ચોરી થયાની અનેક ઘટનાઓ બની છે. ત્યારે હવે મંદિરમાં ભગવાનના ઘરેણાની ચોરી થઇ છે. ગઇકાલે રાત્રેના અંધારાનો લાભ લઇ તસ્કરોએ અમીરગઢના જૈન દેરાસરને નિશાન બનાવ્યું હતું. ત્રણેક વાગ્યાના સુમારે દેરાસરના ભગવાનના ઘરેણાંની ચોરી કરી ગયા હતા. ચોર સીસીટીવી કેમેરામાં ચોરી કરતા કેદ થયા છે. જૈન દેરાસરમાં કુલ ૧૭૦૦૦૦ ની ચોરીનો ગુનો નોંધી પોલોસએ તાપસ આરંભી છે.

File-02-Page-07.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *