સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી, છોટાઉદેપુર દ્વારા ટુ-વ્હીલ વાહનોની બાકી રહેલી સિરિઝ GJ-34-E,F,J,K અને L તેમજ ફોર- વ્હીલ વાહનોની સીરીઝ GJ-34-H તથા થ્રી-વ્હીલ વાહનોની સીરિઝ GJ-34-W અને ટ્રાન્સ્પોર્ટ વાહનોની સીરિઝ GJ-34-Tના ગોલ્ડન -સિલ્વર નંબરો માટેની હરાજી તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ રજીસ્ટ્રેશન ખોલવામાં આવશે. ઇચ્છા ધરાવનાર વાહનમાલિકો તેમના વાહનનું રજિસ્ટ્રેશન દિવસ-૭માં કરાવી Online https//:vahan.parivahan.gov.in/fancy પર રજિસ્ટ્રેશન કરી ભાગ લઇ શકશે.
તા.૧૦/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યાથી તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૪.૦૦વાગ્યા સુધી ઓક્શન માટે ઓનલાઈન CNA ફોર્મ રજીસ્ટ્રેશન કરાવવાનું તેમજ એપ્લિકેશન કરવાની રહેશે. તા.૧૨/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યેથી તા.૧૪/૦૨/૨૦૨૩ના રોજ સાંજે ૦૪:૦૦ વાગ્યા સુધી ઓક્શનનું બિડિંગ ઓપન થશે. તા.૧૫/૦૨/૨૦૨૩ના રોજ રજીસ્ટ્રેશન ફોર્મ તથા CNA ફોર્મ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરીએ જમા કરાવવાનું રહેશે. વાહન સેલ લેટરમાં સેલ તારીખ થી ૬૦ દિવસના અંદરના જ અરજદારોએ હરાજીમાં ભાગ લેવો. સમય બહાર ની અરજીઓ રદ કરવામાં આવશે એમ સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, છોટાઉદેપુર તરફથી જણાવાયું છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
