Gujarat

બાબરા ટાઉનમાં આવેલ જવેલર્સની દુકાનમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર એક મહિલા સહિત ત્રણ ઇસમોને ચોરીમાં ગયેલ સોનાના દાગીના સહિત કુલ કિ. રૂ. ૨,૦૩,૫૯૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી, ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી અમરેલી એલ.સી.બી. ટીમ

ગુન્હાની વિગતઃ-
ગઇ તા.૨૩/૦૧/૨૦૨૩ ના રોજ શિનભાઇ કાંતીભાઇ ભડીયાદરા, ઉ.વ.૨૮, રહે.ઢસા, ગોદડીયાનગર વાળાની બાબરા ટાઉનમાં આવેલ બાપાસીતારામ જવેલર્સ નામની દુકાનમાં એક અજાણી મહિલા તથા એક પુરૂષ ઇસમ નકલી ગ્રાહક બની આવી, સોના ચાંદીના દાગીનાઓ જોવા માટે કઢાવી, દુકાનદાર કિશનભાઇની નજર ચુકવી, એકબીજાની મદદગારી કરી, કુલ ૧૧ જોડી સોનાની બુટીઓવજન આશરે ૩૫ થી ૪૦ ગ્રામ, જેની કિ.રૂ.૨,૦૦,૦૦૦/- ની ચોરી કરી, નાસી ગયેલ હોય, જે અંગે કિશનભાઇ કાંતીભાઇ ભડીયાદરાએ અજાણી મહિલા તથા પુરૂષ વિરૂધ્ધ ફરીયાદ આપતા બાબરા પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં૧૧૧૯૩૦૦૮૨૩૦૦૫૮/૨૦૨૩ આઇ.પી.સી. કલમ ૩૭૯, ૧૧૪ મુજબનો ગુન્હો રજી. થયેલ.
ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રજી. થયેલ અનડીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુન્હાઓના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,
જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ઉપરોકત ગુનાના અજાણ્યા આરોપી અંગે સઘન તપાસ હાથ ધરવામાં આવેલ અને આજ રોજ તા.૧૧/૦૨/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે બાબરા બસ સ્ટેન્ડ સામે રોડ ઉપરથી શંકાસ્પદ જણાતા એક મહિલા તથા બે પુરૂષ ઇસમોને પકડી પાડેલ અને તેની પાસેથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ સોનાના દાગીના મળી આવતા, તેઓને ચોરીના મુદ્દામાલ સાથે આગળની કાર્યવાહી થવા બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે
પકડાયેલ આરોપીની વિગતઃ-
(૧) શોભાબેન વા/ઓ. વલ્લભભાઇ મનજીભાઇ કાવઠીયા, ઉ.વ.૪૨, રહે.કોઠારીયા, લાપાસણી ચોક, વેલનાથપરા, રણુજા મંદિર પાસે, તા.જિ.રાજકોટ- (૨) વલ્લભભાઇ મનજીભાઇ કાવઠીયા, ઉ.વ.૫૦, રહે. કોઠારીયા, લાપાસણી ચોક, વેલનાથપરા, રણુજા મંદિર પાસે, તા.જિ.રાજકોટ.
(૩) ધીરજલાલ વ્રજલાલ મદાણી, ઉ.વ.૬૫, રહે.જામનગર, ભાનુશાળી વાડ, શેરી નં.૦૧, તા.જિ.જામનગર,
કબ્જે કરેલ મુદ્દામાલની વિગતા-
(૧) રોકડા રૂ.૬,૦૦૦/-
(૨) એક સોનાની લગડી, વજન ૧૫.૭ ગ્રામ, કિ. રૂ.૯૧,૫૯૦/-
(૩) સોનાની બુટી, જોડ-૦૩ (નંગ-૦૬), વજન ૧૨.૩ ગ્રામ, કિ. રૂ.૬૬,૦૦૦/-
(૪) એક હોન્ડા શાઇન મોટર સાયકલ રજી. નંબર GJ-03-MD-5496 કિ.રૂ.૪૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ.૨,૦૩,૫૯૦/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી વી.વી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એમ.ડી.સરવૈયા તથા અમરેલી એલ.સી.બી.ના એ.એસ.આઇ. જાવિદભાઇ ચૌહાણ, પોપટભાઇ ટોટા તથા હેડ કોન્સ. સુખદેવભાઇ ગોંડલીયા, તથા પો.કોન્સ. રાહુલભાઈ ઢાપા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઇ પાંસાણી, અશોકભાઈ સોલંકી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230211-WA0027-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *