અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.પી ભંડારી સાહેબનાઓના અમરેલી જીલ્લામાથી જુગાર/દારૂની બદી દુર કરવા માટે સઘન પેટ્રોલીંગ રાખી તેમજ સફળ હેઇડો કરી જુગાર/દારૂની કડક કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ
જે અન્વયે પો.ઇન્સ શ્રી આર.ડી.ચૌધરી બાબરા પો.સ્ટેનાઓની સુચના અને માર્ગદર્શન નીચે એ.એસ.આઇ જયદેવભાઇ આર.હેરમા તથા પો.કોન્સ મહાવિરસિંહ બી. સિંધવ તથા પો.કોન્સ રાજેશભાઇ જી.રાઠોડ તથા પો.કોન્સ રામદેવસિંહ બી.સરવૈયા તથા પો.કોન્સ ગોકુળભાઇ એમ.રાતડીયા એ રીતેના પો.સ્ટાફ સાથે લાલકા ગામે હનુમાન ઢોરાની સીમમાં વિક્રમભાઇ ગોરધનભાઇ વાધેલાની વાડી પાસે જાહેરમા હારજીતનો જુગાર રમતા સાતેય પતા પ્રમીઓને રોકડ રકમ રૂ.૨૧,૨૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી તેઓના વિરૂધ્ધમા બાબરા પોસ્ટેમા જુગાર ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપીની વિગત
(૧) ધીરૂભાઇ લીંબાભાઇ રાઠોડ ઉ.વ.૩૫, ધંધો.ખેતી રહે.લાલકા તા.બાબરા, જી.અમરેલી
(૨) લાલજીભાઇ તળશીભાઇ સરીયા ઉ.વ.૬૦ ધંધો.ખેતી રહે.શીવરાજપુર, તા.જસદણ, જી.રાજકોટ
(૩) મનુભાઇ ધનજીભાઇ સાકળીયા ઉ.વ.૩૬, ધંધો. ખેતી રહે. ધોડલાધાર, તા.જસદણ, જી.રાજકોટ
(૪) ભરતભાઇ છગનભાઇ સોલંકી ઉ.વ.૪૨, ધંધો.હીરાકામ રહે. આંબરડી, તા. જસદણ, જી.રાજકોટ
(૫) હરેશભાઇ જીવાભાઇ રાઠોડ ઉ.વ.૩૫, ધંધો. હજામનો રહે. આંબરડી, તા.જસદણ જી.રાજકોટ
(૬) ભુપતભાઇ ખોડાભાઇ શીયાળ ઉ.વ.૩૪, ધંધો.ખેતી રહે. સોમલપર, તા. વીંછીયા જી.રાજકોટ
(૭) સુરેશભાઇ ભવાનભાઇ ભડાણીયા ઉ.વ.૩૨, ધંધો. ખેતી, રહે. સોમલપર, તા.વીંછીયા, જી.રાજકોટ
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


