( ધારાસભ્ય જનક તળાવીયાએ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરી )
રાજ્યમાં ચાલુ વર્ષે માર્ચ 2023 માં તારીખ ૪/૩/૨૦૨૩ થી ૨૪/૩/૨૦૨૩ દરમિયાન થયેલ કમોસમી વરસાદમાં ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય સરકારના ક્રુષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા રાજ્યના ૧૩ જિલ્લાઓના વિવિધ 48 જેટલા તાલુકાઓને સહાય પેકેજમાં સમાવેશ કરવામાં આવેલ છે જ્યારે આ કમોસમી વરસાદના કારણે બાબરા તાલુકામાં પણ વ્યાપક પ્રમાણમાં બાગાયતી પાકોને નુકસાન થવા પામેલ છે ત્યારે બાબરા તાલુકો કૃષિ રાહત પેકેજમાંથી બાકાત રહી જતા તાત્કાલિક ધોરણે જનસેવક ધારાસભ્ય જનક તળાવીયા દ્વારા આદરણીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબને બાબરા તાલુકાને કૃષિ રાહત પેકેજમાં સમાવેશ કરવા રજૂઆત કરવામાં આવી
રીપોર્ટ : આદીલખાન પઠાણ ( બાબરા )