શ્રી ગૌતમ પરમાર , પોલીસ મહાનિરીક્ષકશ્રી ભાવનગર વિભાગ, ભાવનગરનાંઓ દ્વારા તથા અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર રીતે વેંચાણ થતા મોબાઇલ ફોન તથા ગેરકાયદેસરની પ્રવતિ અટકાવવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય, જે અનુસંધાને ઈન્ચાર્જ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી. ટીમને અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર મોબાઇલ ફોન જરૂરી આધાર-પુરાવા કે બીલ વગરનાં વેંચાણ કરતા ઈસમોને ઝડપી પાડવા જરૂરી સુચનાં અને માર્ગદર્શન આપેલ હોય અનુસંધાને ઈન્ચાર્જ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમને બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ.ટી.એસ. ચાર્ટર લગત પેટ્રોલીંગમાં હતા. દરમિયાન ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે, બાબરા નાના બસ સ્ટેશન પાછળ, પાટીદાર કોમ્પ્લેક્ષમાં ’’મેહુલ એન્ટરપ્રાઈઝ’’ નામની મોબાઇલની દુકાને બિલ વગરના મોબાઇલનુ વેચાણ કરે છે. તેવી ચોક્કસ અને આધારભુત બાતમી હકિકત અન્વયે સદરહું જગ્યાએ રેઇડ કરતા એક ઈસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.
પકડાયેલ આરોપી ઃ-
મેહુલભાઇ વિરમભાઇ રાતડીયા ઉ.વ.૩૫, ધંધો.વેપાર રહે. બાબરા, ખોડીયારનગર, અમરાપરા, તા.બાબરા, જિ.અમરેલી.
કબ્જે કરેલ મુદ્દામાલ ઃ-
(૧) iPhone મોડલ XS, IMEI NO.356168094093734, કિ.રૂા.૨૦,૦૦૦/- તથા (૨) iPhone મોડલ X, IMEI NO.354858094207829, કિ.રૂા.૧૭,૦૦૦/- તથા (૩) iPhone મોડલ 12, IMEI NO.359035294641066, કિ.રૂા.૨૫,૦૦૦/- તથા (૪) iPhone મોડલ 12 Pro.Max, IMEI NO.356720114767240, કિ.રૂા.૪૦,૦૦૦/- તથા (૫) SAMSUNG મોડલ S20, IMEI No.353330111389759/18, કી.રૂા.૧૫,૦૦૦/- તથા (૬) SAMSUNG મોડલ S20 IMEI No.35333011૦6 75331/18, કી.રૂા.૧૫,૦૦૦/- તથા (૭) SAMSUNG મોડલ S20, IMEI No.353330111766 691/18, કી.રૂા.૧૫,૦૦૦/- તથા (૮) SAMSUNG મોડલ S20, IMEI No.353330110253691/18, કી.રૂા.૧૫,૦૦૦/- ના અલગ-અલગ કંપનીના મોબાઇલ ફોન કુલ નંગ-૮, મળી કુલ કિ.રૂા.૧,૬૨,૦૦૦/- મુદ્દામાલ સાથે એક ઈસમને ઝડપી પાડી વઘુ તપાસ અર્થે બાબરા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ નાઓની સુચનાં અને માર્ગદર્શન હેઠળ ઈન્ચાર્જ એસ.ઓ.જી. પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એ.એમ.પટેલ, તથા એસ.ઓ.જી.પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી એચ.જી.મારૂ તથા એસ.ઓ.જી.ટીમનાં એ.એસ.આઇ. યુવરાજસિંહ સરવૈયા, તથા હેડ કોન્સ., મનિષદાન ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


