Gujarat

બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ (IMFL)ની કુલ બોટલ નંગ- ૨૭૬ કિ.રૂ.૭૯,૭૬૪/- ની હેરફેર કરતા એક ઇસમને વાહન સહિત કિં.રૂ.૫,૮૯,૬૪/-નાં મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓને ગુજરાત રાજયમાં દારૂ/જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ અંકુશમાં લેવા ખાસ પ્રોહીબીશન/જુગાર ડ્રાઇવનું આયોજન કરેલ હોય, ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન ભાવનગર રેન્જના જિલ્લાઓમાંથી દારૂ-જુગારની બદી દુર કરવા પ્રોહી-જુગારના કેસો કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ આ ડ્રાઇવ દરમિયાન અમરેલી જિલ્લામાથી દારૂની બદી દુર કરવા પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેરફેરની પ્રવૃતિ કરતા ઇસમો ઉપર વોચ ગોઠવી તેમના ઉપર સફળ રેઇડ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. શ્રી એ. એમ. પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી.ટીમ ગઇ કાલ તા.૨૫/૦૫/૨૦૨૩ નાં રોજ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન બાતમી રાહે હકીકત મળેલ કે, એક બ્રેજા કારમાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરી રાણપર ગામ તરફથી આવે છે, જે બાતમી આધારે એલ.સી.બી.ટીમ વોચમાં રહી, એક ઇસમને ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોર વ્હીલ કાર સાથે ડપી લઈ પકડાયેલ ઇસમ તથા મુદ્દામાલ બાબરા પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.
પકડાયેલ આરોપીઓઃ-
છત્રજીત ધીરૂભાઇ વાળા, ઉ.વ.૨૮, રહે.રાણપર, તા.બાબરા, જિ.અમરેલી.
પકડવાના બાકી આરોપીઓઃ-
વિજય રવુભાઇ બોરીચા, રહે.રાયપર, તા.ગઢડા, જિ.બોટાદ,
પકડાયેલ મુદ્દામાલ-
ભારતીય બનાવટની વિદેશી દારૂની મેકડોવેલ્સ નંબર- ૧, ક્લેકશન વ્હીસ્કી ઓરીજનલની ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૭૬ કિ.રૂ.૭૯,૭૬૪/- તથા એક મારૂતિ સુઝુકી બ્રેજા કાર નંબર પ્લેટ વગરની કિ.રૂ.૫,૦૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કિ.રૂ.૧૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૮૯,૭૬૪/- નો મુદ્દામાલ.
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઇ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી એમ.ડી.સરવૈયા તથા એલ.સી.બી. ટીમના એ.એસ.આઇ. યુવરાજસિંહ રાઠોડ, જાવેદભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ. આદિત્યભાઇ બાબરીયા, કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તથા પો કોન્સ. રાહુલભાઇ ઢાપા, તુષારભાઇ પાંચાણી દ્વારા કરવામાં આવેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

IMG-20230526-WA0020.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *