વંથલી નાં વિદ્યાર્થીઓ ને મોટીવેશનલ સ્પીચ અને રમત ગમત નો કાર્યક્રમ વંથલી પોલીસે યોજ્યો….
દોરડા ખેચ સહીત પીકનીક નું કર્યું આયોજન……
બાળકોમાં રહેલ સુસુપ્ત આવડત ને બહાર લાવવા તેમજ નૈતિક મુલ્યો નું સિંચન કરવાના ઉમદા હેતુથી વંથલી પોલીસે શાપુર ગામ ની શાળાઓ નાં વિદ્યાર્થી ઓ માટે એક કાર્યક્રમ નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ માં આશરે ૮૦ જેટલા વિદ્યાર્થી ઓ જોડાયા હતા તેમજ વંથલી પોલીસ નાં ૨૦ જેટલા પોલીસ કર્મીઓ પણ જોડાયા હતા. આ કાર્યક્રમ માં સૌપ્રથમ બાળકો ને મોટીવેશનલ સ્પીચ વંથલી પીએસઆઈ એમ કે મકવાણા એ આપી હતી. તેમજ બાળકો માં છુપાયેલી શક્તિઓ ને બહાર લાવવા ઉમદા પ્રયત્ન કર્યો હતો. ત્યાર બાદ રસા ખેંચ ની સ્પર્ધા રાખવામાં આવી હતી. જેમાં બાળકો સાથે વંથલી પોલીસ કર્મીઓ પણ આ રમત માં જોડાયા હતા. ખુબ મનોરંજન સાથે બપોરના ભોજન બાદ આ કાર્યક્રમ ને પૂર્ણ જાહેર કરાયો હતો.
રિપોર્ટ: હાર્દિક વાણીયા વંથલી


