Gujarat

બાળ મજૂરી નાબૂદી માટે જિલ્લા સ્ટાફ ફોર્સની બેઠક મળી

જૂનાગઢ જિલ્લામાં બાળમજૂરી નાબૂદી સંદર્ભે જિલ્લા સ્ટાફ ફોર્સની બેઠક મળી હતી. જેમાં બાળ મજૂરીના નિવારણ માટે કરવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાઈ હતી.

     કલેકટર કચેરી ખાતે નિવાસી અધિક કલેક્ટર શ્રી પી. જી. પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં બાળમજૂરીના કારણો જાણી તેના નિવારણ માટે જરૂરી પગલા ભરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા હતા. ઉપરાંત બાળમજૂરીના સામાજિક સંદર્ભે પણ વિસ્તૃત પરામર્શ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં બાળમજૂરી નાબૂદી માટે વ્યાપક જનજાગૃતિ ઉભી થાય તે દિશામાં રચનાત્મક સૂચનો કરવામાં આવ્યા હતા. ઉપરાંત બાળ શ્રમિકોની ઉમર ભણવાની અને રમવાની છે ત્યારે તેઓને શિક્ષણના મુખ્ય પ્રવાહમાં લઈ જવા માટે પણ ચર્ચા કરવામાં આવી હતી.

    જૂનાગઢ જિલ્લામાં જાન્યુઆરી ૨૦૨૩ થી મે માસ સુધીની કામગીરીમાં ૯૨ જેટલી જુદા જુદા એકમોની મુલાકાત કરવામાં આવી છે. તેમજ ૨ બાળ અને ૨ તરુણોને બાળમજૂરોને કાયદાકીય જોગવાઈ મુજબ મુક્ત કરાવ્યા હતા. જેમાં બે કેસોમાં એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

     જૂનાગઢ શહેરમાં જુદા જુદા વ્યવસાયિક એકમોમાં સરકારી શ્રમ અધિકારી તથા   શોપ   ઇન્સ્પેક્ટર શરી સાથે સંકલનમાં રહી બાળમજૂરી નાબૂદી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉપરાંત નાયબ નિયામકશ્રીઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના અધિકારી સાથે સંકલનમાં રહી જોખમી પ્રક્રિયાના વ્યવસાયમાં કામ કરતા તરુણ શ્રમિકોને મુક્ત કરાવવા માટે પગલા લેવામાં આવ્યા હતા.

    આ બેઠકમાં ઇન્ચાર્જ મદદનીશ શ્રમ આયુક્ત શ્રી સાગર ભડાણીયા સરકારી શ્રમ અધિકારી શ્રી મહાવીરસિંહ પરમાર ઉપરાંત શિક્ષણ સમાજ સુરક્ષા સહિતના વિભાગના સંબંધિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *