સમસ્તીપુર-બિહાર
બિહારના સમસ્તીપુરમાં અજબ પ્રેમ કી ગજબ કહાની લોકોએ જાેઈ. જ્યાં એક ભાભીને પોતાની જ નણંદ સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે પ્રેમનું એવુ ભૂત સવાર થઈ કે, બંનેએ મળીને લગ્ન કરી લીધા. બાદમાં બંને એકસાથે દાંમ્પત્ય જીવન જીવવાલ લાગ્યા. આ કિસ્સો જિલ્લાના રોસડા પોલીસ સ્ટેશન અંતર્ગત આવતા ધરહરા ગામનો હોવાનો કહેવાય છે. જ્યાં ૨૦૧૨માં પ્રમોદ દાસ નામના વ્યક્તિએ સુકલા દેવી સાથે હિન્દુ રીતિ રિવાજ સાથે લગ્ન કર્યા હતા. જેનાથી સુકલા દેવીને બે બાળકો પણ થયા અને બંનેનું દાંમ્પત્ય જીવન સારુ ચાલતું હતું. કહેવાય છે કે, ૧૦ વર્ષ બાદ સુકલા દેવી તેની નાની નણંદ ૧૮ વર્ષિય સોનીના પ્રેમમાં પાગલ થઈ. બંને વચ્ચે પ્રેમ એટલી હદે આગળ વધી ગયો કે, ભાભી અને નણંદે ગામના એક મંદિરમાં જઈને લગ્ન કરી લીધા. જાે કે, સુકલા દેવી તથા સોનીના લગ્નની જાણકારી પતિ પ્રમોદને મળી. જે બાદ બંને રાજી હોવાથી પ્રમોદ કઈ કરી શક્યો નહીં. જાે કે, ભાભી તથા નણંદની સાથે થયેલા લગ્નને લઈને પ્રમોદને કોઈ વાંધો નથી. શુકલાના પતિ પ્રમોદનું કહેવું છે કે, સુકલા દેવી જે સારુ લાગે છે, તે કરે છે, તેના ર્નિણય સાથે તે હંમેશા છે. કહેવાય છે કે, ભાભી તથા નણંદની વચ્ચે થયેલા લગ્ન બાદ બંને દંપત્તિનું જીવન ખૂબ જ સારી રીતે ચાલવા લાગ્યું. પરંતુ ભાભી તથા નણંદના પ્રેમ પર સુકલા દેવીની મોટી નણંદ ઉષાની ખરાબ નજર પડતા જ સુકલા દેવીની જિંદગીમાં ભૂકંપ આવી ગયો. શુક્રવારે બંને લગભગ ૧ કલાકે શુક્લાની પત્ની સોની દેવીને તેની મોટી નણંદ ઉષા દેવીએ ૧૦થી ૧૫ લોકો સાથે તેના ઘરે આવીને પહોંચ્યા, પણ પોતાના પ્રેમને લઈ ગયા બાદ સુકલા દેવીએ પોતાના પ્રેમને બચાવવા માટે પોલીસ સ્ટેશને પહોંચીને હાથ જાેડીને મદદ માટે આજીજી કરવા લાગી. આ મામલામાં રોસરા પોલીસ સ્ટેશનના અધ્યક્ષ કૃષ્ણ પ્રસાદે કહ્યું કે, શુક્લા નામની મહિલાએ પોલીસ સ્ટેશનમાં અરજી આપની પત્ની સોની દેવીના અપહરણ થયા બાદ કરી હતી. પરંતુ આ મામલામાં અરજી મળ્યા બાદ તપાસ થઈ રહી છે. તપાસ ઉપરાંત આગળની કાર્યવાહી થઈ રહી છે.


