બોટાદમાં – જીલ્લાના દિવ્યાંગ ભાઈઓ – બહેનો માટે સાધન સહાય વિતરણનો કેમ્પ યોજાયો.૬૭ દિવ્યાંગોને સહાય મળી. શ્રીનબ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણ સંચાલિતના માધ્યમ થી ભારત સરકારના સામાજીક અને ન્યાય અધિકારીતા વિભાગ ન્યુ દિલ્હી અનુદાનિત થી તા. ૦૬-૦૪-૨૩ ને ગુરુવારના રોજ બ્રહ્મ સમાજની વાડી,બોટાદમાં,બોટાદ જીલ્લાના વિકલાંગ ભાઈઓ – બહેનો માટે યોજવામાં આવેલ સાધન – સહાય વિતરણ કેમ્પમાં ૨૬ -ટ્રાયસિકલ, ૨૦ – વ્હીલચેર, ૨ – બગલઘોડી, ૧ વોકર, ૨ – સ્ટીક,અને કુત્રિમ હાથ – પગ એમ કુલ મળીને ૬૭ જેટલા સાધનોનું શ્રી બ્રહ્મ સમાજ સેવા ટ્રસ્ટ પાટણના પ્રમુખ માનનીય શ્રી કાંતિભાઈ જોશી,સમાજ સુરક્ષા અધિકારી બોટાદના શ્રી દિવ્યરાજસિંહ ઝાલા,અને વસંતબેન તથા વિકલાંગ પરિવર્તન ટ્રસ્ટ બોટાદ જીલ્લાના પ્રમુખ ભાઈશ્રી પ્રવિણભાઈ રોજાસરા, ઉપ પ્રમુખ શ્રી હિંમતભાઈ શિહોરા અને સભ્યોની ખાસ હાજરીમાં વિતરણ કરવામાં આવતા લાભાર્થીઓના ખુશીની લાગણી જન્મી હતી,અને અંતઃકરણપૂર્વક આશીર્વાદ પાઠવ્યા હતા.સૌ માટે ભોજન – પ્રસાદની વ્યવસ્થા જીલ્લા કોળી સેનાના ભીખાભાઈ સોલંકી,કેશુભાઈ પંચાળા અને કાર્યકરોએ તન – મન ધન થી પ્રેમ થી જમાડી સંતોષ વ્યક્ત કરેલ. ( અહેવાલ અતુલ શુક્લ દામનગર.)



