Gujarat

બોટાદ જીલ્લાના તમામ તાલુકાના 10 ગામમાં રમતના મેદાન બનાવાશે:ક્રિકેટ પીચ, શાળાઓના રમતોત્સવ, સૈનિક દળોની ભરતીમાં ઉપયોગી થશે રમતના મેદાનો

જિલ્લા વિકાસ અધિકારી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ બોટાદ જીલ્લાના તાલુકા સ્તરેથી વિગતો મંગાવાઇ
  બોટાદ જીલ્લાના ગ્રામીણ વિસ્તારના બાળકો રમત ગમતમાં આગળ આવી શકે, સ્વસ્થ રહી શકે અને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાતી સુરક્ષા દળોની ભરતીમાં ઉપયોગી થાય એવા મેદાનો જિલ્લાના બોટાદ,બરવાળા,ગઢડા અને રાણપુર તાલુકા દીઠ 10 ગામોમાં બનાવાશે. જિલ્લા વિકાસ અધિકારી એ તાલુકા વિકાસ અધિકારી સાથે સમીક્ષા કરી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી બોટાદના મહાત્મા ગાંધી નરેગા યોજના અને રમત ગમત વિભાગના સહયોગથી સમગ્ર આયોજન ઘડવામાં આવ્યું છે.ડીડીઓની આગેવાનીમાં થયેલી ચર્ચા મુજબ મહાત્મા ગાંધી રોજગાર યોજના હેઠળ થનારા કામોમાં તાલુકા દીઠ 10 ગામમાં રમતના મેદાન તૈયાર કરાશે. તેમાં ક્રિકેટ પીચ તૈયાર કરવામાં આવશે. અંદાજીત પાંચ એકરની જમીનમાં તૈયાર થનારા આ મેદાનની ફરતે વનસ્પતિની વાડ પણ ઉભી કરવાનું પણ આયોજન છે. આ માટે ચારેય તાલુકાના તંત્ર પાસે વિગતો મંગાવવામાં આવી છે, અને ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાના કામોના આયોજન સમાવવાની સૂચના અપાઇ છે. ક્રિકેટ ઉપરાંત અન્ય રમત ગમત, શાળાઓના રમતોત્સવ, પોલીસ તથા અન્ય સૈન્ય ભરતી વખતે ગ્રામીણ વિસ્તારમાં કરાતા કેમ્પ સહિતમાં આ મેદાનો કામ આવી શકે તેવો પણ હેતુ રહેલો છે.ઉપરાંત પડતર રહેલી જમીનોમાં મનરેગાના કામો કરવામાં આવશે, તેમાંથી પણ લોકોને રોજગારીનો લાભ મળી શકશે. મેદાનના કામો માટે અંદાજીત રૂપિયા 10 થી 15 લાખ સુધીની રકમ પણ ફાળવવામાં આવશે. વિકાસ અધિકારીની કચેરીઓ પાસે કયા તાલુકા ગામોમાં મેદાનો બનાવી શકાય તેમ છે તેની વિગતો માંગવામાં આવી છે.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એ જણાવ્યું હતું કે, આ નવ નિર્માણ પામનાર મેદાનના નિભાવણી અને સાર સંભાળ માટે જિલ્લા રમત ગમત વિભાગ મેદાન દીઠ ૫૦,૦૦૦ હજારનું ફંડ પણ ગ્રામ પંચાયતને સરકારના આયોજન મુજબ સહયોગી થશે, તે અંગે વિશેષ આયોજન કરી જિલ્લામાં રમતગમત મેદાન અંગે દરેક ગ્રામ પંચાયત આ કામોમાં વિશેષ આગેવાની લેશે.ગ્રામ્ય વિસ્તારોમાં બાળકોને રમત ગમત ક્ષેત્રમાં આગળ લાવવા તથા ૨મતોથી ફીટ ઇન્ડિયા ચળવળમાં પરોક્ષ રીતે સામેલ કરવાના આશયથી અંતરિયાળ સહિતના ગામોમાં ખાલી પડેલી જગ્યા કે ગ્રામ પંચાયત વિકાસ કરી તેને રમતના મેદાનમાં ફેરવવાનો આ આયામ શરૂ કરાયો છે.
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230420-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *