ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૬૪ રૂ.૨૪,૫૧૦ તથા બીયર ટીન નંગ -૧૦ રૂ ૧૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૨૫,૫૧૦ નો મુદ્દામાલ ઝડપાયો
ભાવનગર રેન્જ આઈ
જી.ગૌતમ પરમાર દ્વારા દારૂ / જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ સંપુર્ણ રીતે નેસ્તનાબુદ કરવા ખાસ ઝુંબેશ હાથ ધરેલ હોય જે અનુસંધાને બોટાદ જીલ્લા ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક એ.એ.સૈયદ દ્વારા જીલ્લાના તમામ અધિકારી નાઓને અમલવારી કરવા સુચના કરવામાં આવેલ હોય જે અંગે બોટાદ LCB શાખાના પોલીસ ઇન્સપેક્ટર ટી.એસ.રીઝવી એ એલ.સી.બી. સ્ટાફ ને પ્રોહીબીશનની કામગીરી કરવા સુચન અને માર્ગદર્શન આપેલ હોય જે અંગે એલ.સી.બી. સ્ટાફના પો.સ.ઇ.એસ.બી.સોલંકી ને મળેલ બાતમી આધારે એ.એસ.આઇ. સી.એન.રાઠોડ તથા એ.એસ.આઇ. એ.યુ.મકવાણા તથા હેડ.કોન્સ . અશોકભાઇ રામજીભાઇ બાવળીયા તથા હેડ.કોન્સ . રામદેવસિંહ હરીસિંહ ચાવડા તથા હેડ કોન્સ . રામદેવસિંહ દેવુભા મોરી એ રીતેના સ્ટાફના માણસોએ ગઢડા પો.સ્ટે . તાબાના પુર્વ ગઢાળી ગામે કિશોરસિંહ અનીલસિંહ ગોહીલના જુના પડતર મકાનમાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ ૬૪ કિ.રૂ. ૨૪,૫૧૦ તથા બીયર ટીન નંગ -૧૦ કી.રૂ .૧૦૦૦ મળી કુલ મુદ્દામાલ ૨૫,૫૧૦ ના જથ્થો પકડી પાડી આરોપી વિરૂધ્ધ પ્રોહી કલમ ૬૫ ( ઇ ) , ૧૧૬ ( બી ) મુજબ ધોરણસરની કાર્યવાહી થવા ગઢડા પો.સ્ટે.માં સરકાર તરફે ગુન્હો દાખલ કરાવવા તજવીજ કરવામાં આવેલ છે….
