Gujarat

બોડેલીના અલીપુરા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાતા  લોકોનો હલ્લાબોલ

અલીપુરા માં લાઈટો નથી તો બોડેલીની પણ બંધ કરો સોસાયટીના રહીશો દ્વારા વીજ કચેરીમાં હલ્લા બોલ
બોડેલીના અલીપુરા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં છેલ્લા કેટલા દિવસથી વારંવાર વીજ પુરવઠો ખોરવાતા રહીસો ગરમીમાં હેરાન પરેશાન થવાનો વારો આવ્યો છે ગુરુવારની રાત્રે અસહ્ય ગરમીમાં વીજડૂલ થતાં આકડાયેલા સોસાયટીના રહીશોએ વિજ કચેરી પર રાતે જ હલ્લો બોલાવ્યો હતો જો કે બે કલાક પછી વીજ પુરવઠો ચાલુ થઈ ગયો હતો બોડેલી વિસ્તારમાં અસહ્ય ગરમી વચ્ચે વીજ પુરવઠાની માંગ વધી છે જોકે મોટાભાગના ઘરોમાં સિંગલ ફેજ કનેક્શન હોય અને દરેક રૂમમાં એસી ચાલતા હોય ત્યારે ડીપી પર ધડાકા થાય તે સ્વાભાવિક છે ઓવરલોડ થવાને લીધે વીજ ટ્રીપ થતી હોય છે બોડેલી ડીપી પર ધડાકા થયા તેવા અહેવાલો વચ્ચે અલીપુરાની અનેક સોસાયટીઓ માં રાત્રે અંધાર પટ છવાયો હતો અસહ્ય ગરમીમાં વીજ ડુંલ થતા લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વીજ કચેરી પર એકત્ર થઈને હલો બોલાવીયો હતો બે કલાક જેટલા સમયમાં વીજ પુરવઠો ચાલુ થતા લોકો નીંદર માણી શક્યા હતા અને રાહતનો શ્વાસ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG20230519010942.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *