બોડેલીના સેવાભાવી વૈષ્ણવ અગ્રણી રાજુભાઈ એકતા વાળાએ પોતાના સ્વ. શારદાબેન ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે મોક્ષવાહિની તૈયાર કરાવીને બોડેલી ગ્રામ પંચાયતને અર્પણ કરી હતી. જૂનાગઢથી તૈયાર થઈને આવેલી મોક્ષવાહિની બોડેલી, ઢોકલિયા, અલીપુરા,ચાચક સહિત આસપાસના ગામને ઉપયોગી થાય તે માટે રાજુભાઈ એકતાવાળાએ બોડેલી ગ્રામ પંચાયતના સરપંચ કાર્તિક શાહને સુપ્રત કરી હતી. લોકોને ઘણી અગવડ ભોગવવી પડી હતી. તેવા સંજોગોમાં સેવા કાજે અર્પણ કરેલી મોક્ષ વાહિની નગર માટે આશીર્વાદ રૂપ બની રહેશે. તે પ્રસંગે બોડેલી, ઢોકલિયા, અલીપુરાના સરપંચ, સદસ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા અને રાજુ ભાઈનો વિશેષ આભાર વ્યક્ત કરીને તેઓની સેવાભાવી પ્રવુતિની પ્રશંસા કરી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


