Gujarat

બોડેલીમાં ઉતરાણ પર્વની હર્ષઉલ્લાસ સાથે થઈ ઉજવણી

બોડેલી સહિત સમગ્ર છોટા ઉદયપુર જિલ્લામાં ધામધૂમ પૂર્વ ઉતરાયણ પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુસ્વાટાભેર પવનને સાથે મકરસંક્રાંતિની ઉજવણી નો ઉનમાંદ  વધાર્યો હતો પવનદેવ મહેરબાન થતાં પર્વના આનંદમાં વધારો જોવા મળ્યો હતો. ઉતરાયણ અને વાસી ઉતરાયણ બંને દિવસ પતંગ રશિયાઓએ પતંગ ચગાવી મોજ માણી હતી બજારોમાં પતંગ દોરીના ભાવ વધારે હોવા છતાં ઉત્તરાયણના દિવસે વધુ પવન હોવાથી પતંગના દોરા વધુ વેચાયા હતા અને બોડેલી નગરમાં ઉતરાયણ પર્વમાં ધાબા ઉપર નાના બાળકો યુવાનો વૃદ્ધો સહિત નગરજનોએ ઉત્તરાયણ ની મજા માણી હતી
રંગબેરંગી પતંગોથી આકાશ છવાયેલું જોવા મળ્યું હતું નાના બાળકો પણ પોતાના ધાબા પર ચડીને પતંગ ચગાવવાની મજા માણી હતી અને બજારોમાં ઊંધિયું અને જલેબી ફાફડા અન્ય ચીજ વસ્તુઓ ની ભારે ઘરાકી જોવા મળી હતી અંતે બોડેલી નગરમાં ઉતરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી જોવા મળી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230115-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *