વહેલી તકે હાઈ ટેન્શન લાઈન અન્ય સ્થળ પર સ્થળાંતર કરવા માટે સ્થાનિક રહીશો ની માંગ કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની
બોડેલીના અલીપુરા ફતેનગરમાં હાઈ ટેન્શન લાઈન અન્ય જગા પર ન ખસેડાતા સ્થાનિકોએ MGVCL ના કર્મચારીઓનો કર્યો ઘેરાવો
બોડેલી અલીપુરા ફતેનગરના સ્થાનિક રહીશોએ હાઈ ટેન્શન લાઇન અન્ય જગા ખસેડવા કરી માંગ સાથે કર્યો હોબાળો મચાવ્યો હતો આજે રવિવારના રોજ MGVCL દ્વારા રહેલી સવારથી જ બોડેલીના અલીપુરા ફતેનગર વિસ્તારમાં કામગીરી થતી હતી એ દરમિયાન જૂની લાઈન ને નવેસરથી ઊંચી કરવા ની કામગીરી ચાલતી હતી એ દરમિયાન ફતેનગર એકતા નગર ના સ્થાનિક રહીશો એ ભેગા થઈને MGVCL ના કર્મચારીઓને જણાવ્યું હતું કે હાઈ ટેન્શન લાઈન મકાનના ઉપરથી પસાર થાય છે જો કોઈ દુર્ઘટના થશે તો જવાબદારી કોની જોતા જોતા સ્થાનિકો મોટી સંખ્યામાં ભેગા થઈ ગયા હતા અને મામલો વધુ ગરમાયો હતો સ્થાનિકો દ્વારા જણાવવામાં આવી રહ્યું હતું કે મકાનો ના છતના ઉપરથી જ હાઈ ટેન્શન લાઈન જાય છે કોઈ દુર્ઘટના બનશે તો જવાબદારી કોની અને વારંવાર આ લાઈનને લઈને ફોલ્ટ પણ થાય છે જો મોટી કોઈ હોનારત થશે તો જવાબદારી કોની હાઈ ટેન્શન લાઈન અન્ય જગા પર થી પસાર કરવામાં આવે તેમ આ વિસ્તારના રહીસો જણાવી રહ્યા છે આજે વહેલી સવારથી MGVCL ની કામગીરીને લઈને સવારથી બોડેલી સહિત અને જગ્યા ઉપર લાઈટ બંધ હોવાથી કામગીરી ઝડપી થાય તેમ MGVCL કર્મચારીઓ જણાઈ રહ્યા હતા પણ સ્થાનિક લોકો દ્વારા હાઈ ટેન્શન લાઈન તે જગ્યા પર નહીં પણ અન્ય કોઈ જગ્યા પર થી પસાર કરવી તેમ જણાવતા MGVCL કર્મચારીઓ દ્વારા બોડેલી પોલીસને જાણ કરવામાં આવી હતી અને પોલીસ સ્થળે પહોંચી હતી અને મામલો શાંત પાડ્યો હતો પરંતુ આ વિસ્તારના સ્થાનિકો આ જગ્યા પર મકાનના ઉપર લાઈન ન નાખવાં માટે મક્કમ જોવા મળી રહ્યા હતા
મામલો વધુ ઘરમાંતા સ્થાનિક પોલીસ આવીને મામલો થાળે પડ્યો એમ જી વી સી એલ કર્મચારીઓ હાઈ ટેન્શન લાઈન ની કામગીરી કરતા હતા ત્યારે સ્થાનિક રહીશો દ્વારા હાઈ ટેન્શન લાઈન અન્ય જગા પર ખસેડવા માગ કરી હતી
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર કા


