Gujarat

બોડેલી તાલુકાના જબુગામ વિસ્તારમાં ફરી દીપડાની દહેસત  માનવ વસવાટની વચ્ચોવચ દીપડાનો પશુ પર હુમલો

બોક્સ
દીપડાના વધુ હુમલાથી બચાવ અર્થે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે   અલગ-અલગ જગ્યા પર પાંજરા ગોઠવવામાં આવ્યા
બોડેલી તાલુકાના જબુગામના રાજપુત ફળિયામાં જે જગ્યાએથી દીપડાએ બે ભેસના ત્રણ બચ્ચાનું મારણ કર્યું હતું તે જ ફળિયામાં ફરી  ગતરાત્રિ દરમિયાન કોઢારમાં પ્રવેશ કરી ભેસના એક માદા પાડી પર હુમલો કરતા પાડીની હાલત ગંભીર હોવા સાથે કાન અને થાપા પર ઇજાઓ થઈ હતી ત્યારે દીપડાના વધુ હુમલાથી બચાવ અર્થે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે   અલગ-અલગ જગ્યા પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે.                               તાજેતરમાં જ દિપડાએ  બોડેલી નજીક મુલધર અને ધોરીવાવ પંથકના બે માસુમ બાળકોને મોતને ઘાટ ઉતાર્યા હતા તેમજ જબુગામના ભરચક એવા રજપૂત ફળિયામાં  તારીખ ૧૦/૧૨/૨૦૨૨ના રોજ તેમની ભેંસના ત્રણ બચ્ચાનું મારણ કરતા જેના મોત નિપજયાં હતા ત્યારે ગતરાતના ફરી એકવાર દિપડાએ ત્યાજ ભેંસના માદા બચ્ચા પાડીને ગંભીર રીતે ઈજાઓ પહોંચાડી હતી  આ અંગેની જાણ થતાં પ્રદિપસિંહે તાત્કાલિક  વન વિભાગને જાણ કરવામા આવતા બોડેલી વન વિભાગના આરએફઓ એ.કે.રાઠવા,બીટગાડૅ રતનભાઈ રાઠવા અને કુસુમબેન બારીયા દ્વારા સ્થળ પર જઇ ચકાસણી કરતા દિપડા દ્રારા હુમલો થયો હોવાનું તપાસ માં બહાર આવ્યું હતું ત્યારે દીપડાએ ફરી એક પશુ પર હુમલો કરતા ગ્રામજનોમાં દિપડાની ભારે દહેશતથી લઈને લોકોમાં ફફડાટ સાથે ભયનો માહોલ સર્જાયો છે  ફળીયામાં અનેક પશુપાલકોના પોતાના નાના મોટા પાલતુ પશુઓ બહાર ખુલ્લામાં જ બાંધવામાં આવે છે તેમ છતાંય અન્ય ફળીયા ચીરીને દીપડા દ્વારા પ્રદીપસિંહના જ પાલતું પશુઓ પર બીજી વખત હિંસક હુમલા થયા છે ઉલ્લેખનીય છેકે જબુગામ પંથકમાં વારંવાર પશુઓ પર દીપડા દ્વારા હુમલાના બનાવો બને છે તેથી દીપડાઓ પર નજર રાખવા ટ્રેપ કેમેરા મુકી દીપડાને  ગામમાં આવતા રોકી શકાય જોકે વનવિભાગ દ્વારા જાગૃતિના ભાગરૂપે સલામતીના પગલાં સાથે
બનાવો બને છે તેથી દીપડાઓ પર નજર રાખવા ટ્રેપ કેમેરા મુકી દીપડાને  ગામમાં આવતા રોકી શકાય જોકે વનવિભાગ દ્વારા જાગૃતિના ભાગરૂપે સલામતીના પગલાં સાથે પશુપાલકોએ પોતાના પશુઓને સુરક્ષિત રાખવા બંધિયાર જગ્યાએ બાંધવા પણ ગ્રામજનોને જણાવ્યું હતુ  દીપડાના વધુ હુમલાથી બચાવ અર્થે વનવિભાગ દ્વારા દીપડાને પકડવા માટે   અલગ-અલગ જગ્યા પર પાંજરા ગોઠવવામાં આવ્યા છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230303-WA0004-1.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *