Gujarat

બોડેલી તાલુકામાં  સૌથી વધુ ખત્રી વિદ્યાલય ૮૫.૦૬% પરિણામ સાથે ઉત્કૃષ્ટ દેખાવ         

છોટાઉદેપુર જિલ્લા નું ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું 69.18% પરિણામ સાથે ખત્રી વિદ્યાલય બોડેલી ૮૫.૦૬% પરિણામ મેળવ્યું છે ગત વર્ષ કરતાં જિલ્લાના પરિણામની ટકાવરીના પ્રમાણમાં ઘટાડો થતાં બોડેલી ખત્રી વિદ્યાલય ના વિદ્યાર્થીઓ પરિણામની ટકાવારી બરકરાર રાખવાની સાથે શાળામાં ખત્રી માહેનુર સિકંદર ૯૭.૬૭% પી.આરે. પ્રથમ મન્સુરી તબસ્સુમ સલીમ ૯૬.૭૬% પી.આર. સાથે દ્વિતીય ખત્રી હાજરા ઉંમર ૯૬.૬૦ પી.આર.તૃતીય ક્રમાંક મેળવી ત્રણે નંબર મેળવનાર દીકરીઓએ શાળા,સમાજ અને ગામનું નામ રોશન કર્યું છે શાળામાં સતત અભ્યાસ અર્થે વિદ્યાર્થીઓ આવતા હોય ત્યારે વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ધ્યાન આપી. તમામ વિદ્યાર્થીઓ માટે શાળા દ્વારા ઉત્કૃષ્ટ દેખાવ કરે તેવા પ્રયત્નો કરવામાં આવતા હોય છે  આ પરિણામ મેળવનાર દીકરીઓને શાળાના ટ્રસ્ટી મંડળ શાળાના આચાર્ય દ્વારા તમામ શિક્ષકો અને વિદ્યાર્થીઓને અભિનંદન સાથે વિદ્યાર્થીઓ ઉત્તર ઉત્તર પ્રગતિ કરે તે માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બોડેલી તાલુકામાં  સૌથી વધુ ખત્રી વિદ્યાલય ૮૫.૦૬% પરિણામ સાથે ઉત્કૃષ્ટ દેખાવ જોવા મળ્યો હતો

IMG-20230531-WA0017.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *