છેલ્લા બે-ત્રણ દિવસથી ઠંડીમાં થોડી રાહત જોવા મળી રહી હતી ત્યારે બોડેલી સહિત સમગ્ર જિલ્લામાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે
ઉત્તરભારતના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા થવાના કારણે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. તેને લઇને ગુજરાતમાં ફરીથી એક્વાર હાડ થીજાવતી ઠંડી પડવાની આગાહી છે. ચાલુ સપ્તાહ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોએ ભારે ઠંડીના માહોલ વચ્ચે હિલ સ્ટેશન પર બેઠા હોય એવો અનુભવ લીધો હતો. જોકે હાલ બે દિવસથી ઠંડીમાં થોડી રાહત મળી છે. પરંતું હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સમય દરમિયાન ભારે ઠંડી પડી શકે. વિગતો અનુસાર રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી સુધી ઘટશે અને હાડ થીજાવતી ઠંડીનો ગુજરાતવાસીઓએ ફરીથી અનુભવ માણવો પડશે. ઉપરાંત ઠંડા પવન પણ ફૂંકાશે એમ પણ જાણવા મળ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ચોવીસ કલાક બાદ રાજ્યમાં ઠંડીનું જોર વધશે. વધુમાં પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લા સહિત મધ્ય ગુજરાતમાં ગાત્રો થીજાવતી ઠંડી પડવાની આગાહી જોવા મળી છે. રાજ્યમાં ૧૦ થી ૧૫ ક્લિોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફુંકાશે.રાજ્યમાં ૨૫ મી જાન્યુઆરીથી વાતાવરણમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી જોવા મળી રહી છે
વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો જોવા મળી રહ્યો છે ઠંડી હવાઓ સાથે વાતાવરણ પલટો જોવા મળી રહ્યો છે હવામાન વિભાગના આગાહી પ્રમાણે વાદળછાયુ વાતાવરણ રેહસે તેવી આગાહી કરવામાં આવી હતી ત્યારે આજે વહેલી સવારથી જ બોડેલી નગર સહિત સમગ્ર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે વાદળછાયા વાતાવરણ વચ્ચે ઠંડીનું જોર વધારે જોવા મળી રહ્યું છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


