બોડેલી રામજી મંદિર વિસ્તારમાં થી અલીપુરા ચોકડી થઈ ખોડિયાર માતા ના મંદિર સુધી શોભાયાત્રા નીકળી અલીપુરા, બોડેલી, ઢોકલિયા, શહેર રામ જન્મનાં ઉત્સવમાં રંગાયું,
બોડેલી નગરમાં રામ નવમી નિમિત્તે શ્રીરામ ભગવાનની ભવ્ય શોભાયાત્રા રામજી મંદિરથી ખોડીયાર મંદિર સુધી નીકળી હતી મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ બોડેલી તેમજ હિન્દુ યુવા મંડળ દ્વારા ગુરુવારે સાંજે રામજી મંદિરે રામ ભગવાનની સમૂહ આરતી કરાઈ હતી ત્યારબાદ સાંજે રામજી મંદિરથી રામ ભગવાનની ડીજે સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં બોડેલી તેમજ તાલુકા માંથી રામ ભક્તો જોડાયા હતા શોભાયાત્રા નું ઠેર ઠેર ભક્તોએ ફૂલોથી સ્વાગત કર્યું હતું શોભાયાત્રા નાં રૂટ દરમ્યાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બોડેલી નગરમાં ધામધૂમ થી રામ નવમી ની શોભાયાત્રા નીકળી હતી ખૂબ મોટી સંખ્યામાં રામભક્તો શોભાયાત્રામાં જોડાયા હતા
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


