Gujarat

બોડેલી નજીક કકરોલીયા સ્થિત ભક્ત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ રંગેચંગે ઉજવાયો 

બોડેલી નજીક શિક્ષણક્ષેત્રે ખ્યાતનામ સંસ્થા કકરોલીયા સ્થિત ભક્ત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલનો વાર્ષિકોત્સવ બાળકો,વાલીઓ અને શિક્ષકોની હાજરીમાં સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી.આ શાળામાં પ્લે નર્સરીથી ૧૨ માં ધોરણ સુધીના ૧૫૦૦ થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેને લઈને વાર્ષિકોત્સવમાં અવ્યવસ્થા ઉભી ન થાય તે માટે ભક્ત એકેડમીના ટ્રસ્ટીઓ ઘ્વારા બે દિવસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.જેમાં પ્રથમ દિવસે પ્લે નર્સરીથી ધોરણ ૩ ના બાળકોએ વિવિધ થીમ પર સમાજને સારો મેસેજ પહોંચે તેવો ડાન્સ રજુ કર્યો હતો.શાળામાં સારું પરિણામ પ્રાપ્ત કરનાર બાળકોને ટ્રસ્ટી મંડળ ઘ્વારા ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા.કાર્યક્રમના પ્રથમ દિવસે શાળામાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા પ્રયોજના અધિકારી જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.વાર્ષિકોત્સવના બીજે દિવસે ધોરણ ૪ થી ૧૨ ના વિદ્યાર્થીઓ ઘ્વારા ૧૫ થી વધારે વિવિધ થીમો રજુ કરી હતી.ભક્ત એકેડમી અને શાળાના ટ્રસ્ટી મંડળના પ્રમુખ કંચનભાઈ પટેલે વાલીઓ,બાળકોને સંબોધતા જણાવ્યું હતું કે સંસ્થાને ૨૨ વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થયા છે.શાળામાં બાળકોના હિત માટે પ્રતિવર્ષ અનેક શૈક્ષણિક એક્ટિવિટીથી વિદ્યાર્થીઓના પર્ફોમન્સમાં વધારો થવાથી શાળાને સારું પરિણામ પ્રાપ્ત થયું છે.આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓને વધુ સારું શિક્ષણ મળે તે માટે ટ્રસ્ટી મંડળના સભ્યો,શિક્ષકો અને વાલીઓના સાથ સહકાર અને સુચનોથી કરનાર છીએ.આ કાર્યક્રમના બીજા દિવસે મુખ્ય અતિથિ તરીકે જાંબુઘોડા મામલતદાર ઉપસ્થિત રહ્યા હતા.શાળામાં વર્ષ દરમિયાન વિવિધ ક્ષેત્રે સારું પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામ એનાયત કરવામાં આવ્યા હતા.આ વાર્ષિકોત્સવમાં ટ્રસ્ટી મંડળના પ્રમુખ કંચનભાઈ,ટ્રસ્ટી રમેશભાઈ ચાચા,સંદીપભાઈ,જયપ્રકાશભાઈ,કનુભાઈ પટેલ,આચાર્ય શાંતાનું,રાજશ્રીબેન સહીત શિક્ષક સ્ટાફ,વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.આમ કકરોલીયા સ્થિત ભક્ત ઈંગ્લીશ મીડીયમ સ્કૂલના વાર્ષિકોત્સવની ઉજવણી રંગેચંગે કરવામાં આવી હતી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230128-WA0032.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *