બોડેલી નજીક ઢોકલીયા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ તથા શૈક્ષણિક મૂલ્યાંક નું ઘડતર થાય તેવા હેતુસર બોડેલીના ઢોકલીયા માં ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પંચાયત સદસ્ય સંજય બારીયા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા જિલ્લા રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંગ તથા તાલુકા પ્રાથમિક શિક્ષણ સંઘના અધિકારી તાલુકા શૈક્ષણિક મહાસંગના હોદ્દેદારો તથા ઢોકલીયા ગ્રામ પંચાયતના સરપંચ મહેશ બારીયા ગ્રામજનોએ ઉપસ્થિત રહીને ડી એલ પ્રીમિયમ લીગ ને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ત્રણ ટીમ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં પંચાયત ઇલેવન અમર ઇલેવન ટાઈગર ઇલેવન વચ્ચે પાંચ રમાઈ હતી જેમાં પંચાયત ઇલેવન વિજેતા બની હતી અને ટ્રોફી આપવામાં આવી હતી વિદ્યાર્થીઓમાં પણ ખૂબ ખુશી જોવા મળી હતી અને ખૂબ ઉત્સાહથી આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


