Gujarat

બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પાસે   ઇકો ફોર વ્હીલ ગાડી માંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ જથ્થો જિલ્લા એલ.સી.બી ઝડપી પાડી

બોડેલી ના ઢોકલીયા ત્રણ રસ્તા પાસે   ઇકો ફોર વ્હીલ ગાડી માંથી ગેરકાયદેસર ઇંગ્લીશ દારૂ જથ્થો જિલ્લા એલ.સી.બી ઝડપી પાડી ખેપિયા ની અટક કરી હતી ગાડી માંથી  કિ.રૂ ૪૧૭૭૫ /- દારૂ સહિત  કુલ  કિંમત રૂ.૪૪૬૭૭૫/-નો મુદ્દામાલ જપ્ત કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો  કાયદેસરની કાર્યવાહી હાથધરી છેરાખી
છોટાઉદેપુર જિલ્લા એલ.સી.બી પોલીસ ની ટીમ બોડેલી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પેટ્રોલીગ માં હતાં તે દરમ્યાન તેઓ ને  બાતમી  મળેલ કે એક ઇસમ સફેદ કલરની ઇકો ફોર વ્હીલ ગાડી માગેરકાયદેસરનો  ઇંગ્લીશ દારૂ લઇને આવનાર છે.જે બાતમી હકીકત આધારે  બોડેલી ની  ઢોકલીયા ચોકડી વોચમા ગોઠવી હતી   છોટાઉદેપુર તરફથી બાતમી હકીકતમા જણાવ્યા મુજબની ઇકો ફોર વ્હીલ ગાડી આવતા તેને રોકી    તેના ચાલક તેનું નામઠામ પુછતાં તેણે તેનું નામ સંજયભાઇ દેવજીભાઇ રાઠવા ઉવ. ૨૨ (રહે.પોટીયા પટેલ ફળીયુ તા.જી.છોટાઉદેપુર) નો હોવાનું જણાવેલ તેની ઇકો ગાડીમા તપાસ કરતા ઇકો ગાડીમા પાછળના ભાગે ઈંગ્લીશ દારૂ ના  પતરાના ટીન બિયર તથા પ્લાસ્ટીકના કવાટરીયા છુટા ભરેલા  કુલ બોટલો નંગ- ૩૯૫ કુલ કિ.રૂ ૪૧૭૭૫/- નો  પ્રોહી મુદામાલ ની હેરાફેરીમા વાપરેલ ઇકો ગાડી ની કિ.રૂ ૪૦૦૦૦૦/- ગણી  કુલ મુદ્દામાલ કિંમત રૂ.૪,૪૬,૭૭૫/-નો જપ્ત કરી  પકડાયેલ ઇસમને આ પ્રોહી મુદ્દામાલ કોની પાસેથી લાવેલ હતો અને કોને આપવાનો હતો તે બાબતે પુછતાં  (૧) મુકેશભાઇ રાઠવા (૨) વિનોદભાઇ રાઠવા (રહે.બન્ને મલાજા તા.જી.છોટાઉદેપુર) નાઓ ભરી આપેલ અને તેઓ આગળ પાઇલોટીંગ કરી જતા હતા કોને આપવાનો હતો તે મુકેશ ને ખબર છે એલ.સી.બી ત્રણ ઈસમો વિરુદ્ધ બોડેલી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *