બોડેલી પાસેથી પસાર થતી ઓરસંગ નદીમાં અનેક જગ્યાઓએ જ્યાં ત્યાં ઊંડા ખાડાઓ નદીની અંદર ખોદવામાં આવે છે જેને લઇ કોઈ અજાણ્યા વ્યક્તિ ને તો ખબર જ નથી હોતી કે કઈ જગ્યાએ કેટલુ ઊંડો ખાડો છે
પણ નવાઈની વાત તો એ છે કે લોકવાયકા એવી જાગી છે કે બોડેલી નો એક વ્યક્તિ જે રેતી નિ લીઝ પર કામ કરવા નોકરી કરતો હતો એ જ લીઝ ના ખાડામાં ડૂબીને તેનું કરુણ મોત નીપજ્યું તો શું તેને ખબર નહીં હોય કે એ જગ્યાએ એટલા ઊંડા ખાડા છે અને આમ તો કેટલો ઊંડો ખાડો હશે કે વ્યક્તિ ડૂબીને મૃત્યુ પામ્યો
શું આ બાબતે ખાણ ખનીજ વિભાગ દ્વારા કોઈ તપાસ કરવામાં આવી ખરી કે પછી સમગ્ર મામલો દબાવી દેવામાં આવ્યો
આવા ઊંડા ખાડાને લઈ એક નાની વયના વ્યક્તિનું મૃત્યુ થયું છે તેના પરિવાર પર જાને આભ ટુટ્યો હશે
જિલ્લામાં અનેક જગ્યાએ ખાડાઓને લઈ ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી છે રેતીની લીજો ના કારણે નદી કાંઠાના સામ સામેના જે ગામોના સંપર્ક હતા તે પણ તૂટવા લાગ્યા છે અને કોઈ વ્યક્તિ મજબૂરીમાં અવરજવર કરે છે તો આવા અકસ્માતો સર્જાય છે
તો શું આવા ઊંડા ઊંડા ખાડાઓના વિરોધમાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે ?
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


