Gujarat

બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેરમાં કઠીવાડાના યુવાને ભૂસકો માર્યો

ફેસબુક લાઇવ કરી એક બાળકનો પિતા હર્ષ શર્મા બે વ્યક્તિઓ પર આક્ષેપ કરી નર્મદા નહેરમાં કુદી પડ્યો!
પોતાના જન્મ દિવસે જ જિંદગી ટૂંકાવવા યુવાન કઠીવાડાથી બોડેલી ધસી આવ્યો હતો
બોડેલી પાસે નર્મદા મુખ્ય નહેરમાં મધ્યપ્રદેશના કઠીવાડાનો એક યુવાન કેનાલ કાંઠે પોતાનું એકટીવા સ્કૂટર મૂકીને છલાંગ લગાવી દેતા ચકચાર મચી ગઈ છે. હર્ષ શર્મા (ઉ.વ.30) નામનો આ યુવાન બપોરે 3:15 વાગ્યે નર્મદા મુખ્ય નહેરમાં કુદ્યો હતો. જ્યારે હર્ષ શર્મા કેનાલમાં કુદ્યો ત્યારે કાંઠા પાસે ઉભેલા કેટલાક યુવાનોએ તેને ન કૂદવા માટે કરીને પણ બચાવવાનો પ્રયત્ન કર્યો હતો. કેનાલમાં હર્ષે છલાંગ લગાવી દેતા કેનાલ જળમાં તે ડૂબી રહ્યો હતો ત્યારે તેને બચાવવા માટે કાંઠા પર ઉભેલા યુવાનોએ દોરડું રાખીને બચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. જોકે હર્ષ દોરડું પકડી શક્યો ન હતો અને કેનાલના ઊંડા જળમાં લાપતા બન્યો હતો.
     સદર ઘટનાની જાણ તેના પરિવારજનોને થતા કઠીવાડાથી પરિવારજનો બોડેલી ખાતે દોડી આવ્યા હતા. કેનાલ પાસેથી એકટીવા બાઈકને કબજે લીધી હતી અને કેનાલ જળમાં લાપતા બનેલા હર્ષ શર્માને શોધવા માટે પ્રયાસો હાથ કર્યા હતા. સદર ઘટનાએ બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં ચાર મચાવી દીધી છે.
     મધ્યપ્રદેશના અને છોટાઉદેપુર જિલ્લાની સરહદને અડીને આવેલા અલીરાજપુર જિલ્લાના કઠીવાડા ગામની અન્સુલ વિદ્યા મંદિરના આચાર્ય તરીકે હર્ષ શર્મા ફરજ બજાવે છે. આજે બપોરે ફેસબુક પર લાઈવ થઈને કથિત સુસાઇડ વિડીયો નોટ જારી કર્યો હતો અને થોડીવારમાં જ બોડેલી પાસે ઉચેટના પુલ નજીક નર્મદા મુખ્ય નહેરમાં તેમણે છલાંગ લગાવી દીધી હતી. કેટલાક લોકોએ સ્થળ પર તેને અટકાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો પણ રોકી શક્યા ન હતા. અને હર્ષ શર્માએ કેનાલ કાંઠા પાસે ઉભેલા લોકોની નજર સામે જ નહેરમાં કૂદકો માર દીધો હતો. હર્ષ શર્મા પરિણીત છે અને તેને એક પુત્ર પણ છે. જોકે માનસિક ત્રાસથી કંટાળેલા તેણે ફેસબુક લાઈવ કરીને બે વ્યક્તિઓ સામે આક્ષેપો કરતા તેની આત્મહત્યા માટે એ બે વ્યક્તિઓ જવાબદાર હશે એમ કહી નહેરમાં ઝંપલાવ્યું હતું તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
બોક્સ 1
ફેસબુક લાઇવ કરીને હર્ષ શર્મા નર્મદા નહેરમાં કુદી પડ્યો!
કઠીવાડા થી બોડેલી ખાતે એકટીવા સ્કૂટર પર આવીને બપોરે 3:15 વાગ્યે હર્ષ શર્મા પ્રથમ ફેસબુક પર લાઈવ થઈને પોતે આત્મહત્યા કરવા જઈ રહ્યો છે તે પ્રકારની વાત જણાવી તેના માટે બે વ્યક્તિઓ જવાબદાર છે તેમ કહી તેની પાછળ ગુંડાઓ છોડવામાં આવ્યા હોવાની વાત અને બીજી કેટલીક પારિવારિક વાત ફેસબુક લાઈવ વીડિયોમાં તેણે જણાવી હતી.ત્યાર પછી તેણે નહેરમાં છલાંગ લગાવી દીધી હતી.
બોક્સ 2
કઠીવાડાથી બોડેલી આવેલા હર્ષ શર્માના મિત્રો શું કહે છે?
અલીપુરા ચોકડી પાસે હર્ષ શર્માના મિત્રો રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું કે, ઘટના કેમ બની છે તેની અમને કોઈ જાણ નથી. અમે અમારો મિત્ર હર્ષ શર્મા બોડેલી પાસે નહેરમાં કૂદ્યો હોવાનું જાણી મદદગારી માટે આવ્યા છીએ. બનાવ ખૂબ દુર્ભાગ્યપૂર્ણ બન્યો છે.  હર્ષે આ કદમ કેમ ઉઠાવ્યું તે અંગે અમને કોઈ માહિતી નથી. એમ બોડેલી આવી પહોંચેલા તેમના મિત્રોએ જણાવ્યું હતું
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230517-WA0013.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *