બોડેલી પોલીસ દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કુલ કિ.રૂ.૨,૭૮,૨૬૪/-નો મુદ્દામાલ જપ્ત
સંદિપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ,વડોદરા તથા ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક નાઓએ છોટાઉદેપુર જીલ્લામાં પ્રોહી/જુગારની પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ કરવા તેમજ દારૂબંધીનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જીલ્લાના તમામ થાણા અમલદારશ્રીઓને પ્રોહીની પ્રવૃતિ/હેરાફેરી કરતા ઈસમો ઉપર વોચ રાખી અસામાજીક પ્રવૃતિ સદંતર રીતે નેસ્ત-નાબુદ થાય તે રીતેની કાર્યવાહી કરવા જરૂરી સુચનાઓ આપવામાં આવેલ.
જે આધારે શ્રી કે.એચ.સૂર્યવંશી નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન તથા સર્કલ પો.ઇન્સ.શ્રી એસ.બી.વસાવા નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ આજરોજ બોડેલી પોલીસ સ્ટેશનના પો.સ.ઇ.શ્રી યુ.આર.ડામોર તથા એ.એસ.આઇ.કાલીદાસભાઇ મથુરભાઇ તથા પો.કો.રાજેશભાઇ ઠાકોરભાઇ તથા પો.કો.હરેંદ્રસિંહ જયેંદ્રસિંહ તથા પો.કો.શૈલેષભાઇ કનુભાઇ એ રીતેના પોલીસ કર્મચારીઓ બોડેલી નર્મદા કેનાલ વિસ્તારમાં ખાનગી વાહનમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ઝાંખરપુરા કેનાલ તરફથી એક સફેદ કલરની બોલેરો ગાડી રજીસ્ટર GJ-06-EH-5271 વાળી શંકાસ્પદ લાગતા તેનો પીછો કરી ભગવાનપુરા નર્મદા મેઇન કેનાલ પાસે બોલેરો ગાડીનો ચાલક તેની ગાડી કેનાલના રોડની સાઇડમાં મુકીને અંધારાનો લાભ લઇ નાસી ગયેલ જે ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની પેટીઓ તેમજ છુટી બોટલ મળી કુલ બોટલ નંગ-૧,૧૧૮ જેની કિ.રૂ.૧,૨૮,૨૬૪/-નો તથા વિદેશી દારૂની હેરાફેરીમાં ઉપયોગ કરેલ એક સફેદ કલરની મહીંદ્રા બોલેરો ગાડી રજી નંબર GJ-06-EH-5271 ની નંબર પ્લેટ લગાવેલ હોય જેનો એન્જીન નંબર GHF4K70046 તથા ચેચીસ નંબર MA1WM2GHKF5K32530 ની કિ.રૂ.૧,૫૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૨,૭૮,૨૬૪/- નો પ્રોહી મુદામાલ પકડી પાડી આરોપીને પકડવાની આગળની તપાસ હાથ ધરેલ છે. આમ બોડેલી પોલીસ દ્વારા ગણનાપાત્ર કેસ શોધી કાઢવામાં આવેલ છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


