ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતા માં કપાસનો માલ ભીનો હોવાથી કપાસના ભાવને લઈને ખેડૂતોના જીવ અધ્ધર
બોડેલી પંથકમાં આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો કાળા ડિબાંગ વાદળો સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા આજે સવારે 10 વાગ્યે વરસાદી ઝાપટા પડતા ખેડૂતો મુશ્કિલોમાં મુકાયા હતા બોડેલી apmc માર્કેટમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા
કાળઝાળ ગરમી વચ્ચે બોડેલી APMC માં કપાસ વેચવા આવેલ ખેડૂતો ચિંતિત જોવા મળ્યા હતા
કપાસ લઈને આવેલ ખેડૂતો માં વરસાદ વરસતા દોઢ ધામ મચી ગઈ હતી બોડેલી પંથકમાં છેલ્લા ત્રણ થી ચાર દિવસ 39 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન જોવા મળ્યું હતું અને કાળઝાળ ગરમી જોવા મળી હતી ત્યારે આજે વહેલી સવારે ભર ઉનાળાના સમય માં બોડેલી પંથક માં વાતાવરણમાં પલટો આવ્યો હતો અને સવારે અને સાંજે વરસાદી ઝાપટા પડ્યા હતા જેને લઈને બોડેલી માર્કેટમાં કપાસ વેચવા આવેલા ખેડૂતો મુશ્કેલમાં મુકાયા હતા અને કપાસનો માલ ભીનો થઈ જવા થી કપાસના ભાવને લઈને ખેડૂતોના જીવ અધ્ધર જોવા મળ્યો હતો ભર ઉનાળામાં કમોસમી વરસાદ પડતા જગતનો તાત ચિંતા માં મુકાયો છે કપાસનો માલ ભીનો હોવાથી કપાસના ભાવને લઈને ખેડૂતો ની મુશ્કેલીમાં વધારો જોવા મળ્યો હતો
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


