બોડેલી તાલુકાના જીવણપુરરહેતા ગામે ભુપેન્દ્ર કુમાર રાજેશકુમાર રાઠવા ઉ.વ.૩૦નાઓ આદિજાતિ વિકાસ અધિકારી ની કચેરી સેવાસદન છોટાઉદેપુર ખાતે મદદનીશ એન્જીનીયર તરીકે ફરજ બજાવે છે તેઓ તેમના પિતા નું એ.ટી.એમ લઈ ગઈ તા.૧૦/૧/૨૦૨૩ ના રોજ બોડેલી એકસીસ બેંકના એ.ટી.એમ મા ૧૦૦૦/- રૂપીયા ઉપાડી અને એ.ટી.એમ માંથી બહાર નીકળતા હતા ત્યારે બે અજાણ્યા માણસો હિન્દી ભાષામાં ભુપેન્દ્ર ભાઈ ને જણાવેલ કે આપ કો સ્ટેટમેન્ટ દેના પડેગા તેવુ જણાવતા હુ એ.ટી.એમ મા ગયેલ અને એ.ટી.એમ માથી સ્ટેટમેન્ટ કાઢવા માટે એ.ટી.એમ નાખેલ અને પાસવર્ડ નાખેલ ત્યારે મારી પાછળ ઉભેલ માણસ ભુપેન્દ્ર ભાઈ ને આ સ્ટેટમેન્ટ કેન્સલ કરવુ પડશે તેવુ જણાવતા તેઓ તેમને મને નથી આવડતુ તેમ જણાવતા ભુપેન્દ્ર ભાઈ ની બાજુમાં ઉભેલ માણસ ઓપશન રદ કરી નાખેલ અને મને એ.ટી.એમ મશીન માથી એ.ટી.એમ કાર્ડ કાઢી આપતા ભૂપેન્દ્ર બહાર નીકળી ગયેલ અને ત્યારબાદ તેઓ દુકાને જઈ સામાનની ખરીદી કરી ઘરે જતા રહેલ . ત્યારબાદ સાંજના સાડા સાત વાગ્યાની આસપાસ તેઓના પિતાના મોબાઈલમાં રૂપિયા ૯૦૦૦/ તથા ૧૦,૦૦૦/- વીડ્રો થયાનો મેસેજ આવેલ હતો તેમજ તા.૧૧/૧/૨૦૨૩ ના રોજ સવારના કલાક ૭/૨૪ વાગ્યે ફરીથી તેઓના પિતાના ફોન માં રૂપિયા ૧૦,૦૦૦/- વીડ્રો થયેલ હોવાનો મેસેજ આવતા એ.ટી.એમ કાર્ડ ચેક કરતાં એ.ટી.એમ કાર્ડ બીજુ જણાય આવતા તાત્કાલિક એ.ટી.એમ બંધ કરાવેલ અને એન્ટ્રી પડાવતા ખાતામાંથી તા.૧૦/૧/૨૦૨૩ ના રોજ રૂપિયા ૪૯,૯૯૯/- રોનક એન્ટર પ્રાઈસમાં જમા થયેલ તેમજ બીજા રૂપિયા ૧૦,૦૦૦/- તથા રૂપિયા ૯૦૦૦/- એટીએમ બોડેલી ખાતેથી તથા તા.૧૧/૧/૨૦૨૩ ના રોજ રૂપિયા ૪૯,૯૯૯/- રોનક એન્ટર પ્રાઈસમાં જમા થયેલ તેમજ બીજા રૂપિયા ૧૦,૦૦૦/- તથા રૂપિયા ૧૦,૦૦૦- એટીએમ મોજ ગણેશપુર મોડાસાથી મળી કુલ રૂપિયા ૧,૩૮,૯૯૮/- ઉપડી ગયા હતા બોડેલી પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
