Gujarat

બોડેલી સહેર માં 43 ડિગ્રી તાપમાન  રોડ બન્યા સુમસામ 

તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચતા બોડેલી સહિત જિલ્લા માં હીટવેવના સકંજામાં આવી ગયા છે. અને આગામી ચાર દિવસ સુધી આ પારો હજુ વધશે તેવી શક્યતા
બોડેલી સહિત સમગ્ર જિલ્લો આગના ગોળામાં શેકાઇ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે દિવસે દિવસે ગરમીનો પારો વધી રહ્યો છે. ગત્ ચાર પાંચ દિવસ પહેલા  તાપમાન ૩૯ ડિગ્રી સુધી રહ્યું હતું. જે આજે ૪૩ ડિગ્રીએ પહોંચતા બોડેલી સહિત જિલ્લા માં હીટવેવના સકંજામાં આવી ગયા છે. અને આગામી ચાર દિવસ સુધી આ પારો હજુ વધશે તેવી શક્યતા હવામાન ખાતાએ દર્શાવી છે.
 જિલ્લામાં દિવસે દિવસે ગરમીનો પારો ઊંચે જઇ રહ્યો છે. આજે બોડેલી તાપમાન ૪૩ ડિગ્રી નોંધાયું છે. અને આગામી દિવસોમાં 44 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન ખાતાએ જણાવી છે. અસહ્ય ગરમીને કારણે બપોરના સમયે રસ્તા સૂમસામ બન્યા છે અને લોકો વધારે ઘરમાં જ પંખા અને એસી નીચે રહેવાનું પસંદ કરે છે.
સાંજના સમયે ગરમીનો પારો ઘટતા લોકો ઘરની બહાર નીકળે છે. રાત્રે તો ઠંડા પીણા અને બરફની લારીઓ પર ભીડ જામેલી જોવા મળે છે. વહેલી સવારે ૯ વાગ્યાથી શરુ થયેલી હીટવેવના કારણે લોકો ડીહાઇડ્રેશન અનુભવી રહ્યા છે. અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર

IMG-20230512-WA0031.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *