Gujarat

ભાદર ડેમમાં પીવાના પાણી માટેનો જથ્થો અનામત કરાયો, ભાદર 1 ડેમ સૌરાષ્ટ્રનોબીજા નંબરનો વિશાળ ડેમ,

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો વિશાળ ડેમ ભાદર એકમાં હજુ 47 ટકા પાણી છે. રાજકોટ જેતપુરના તાલુકા શહેરને આ વર્ષ 31-07-2023 સુધી સમસ્યા નહીં રહે જો વરસાદ ખેંચાય તો નર્મદા આધારિત યોજના ઉપર  લોકો ને પીવાના પાણી નો આધાર રાખવો પડશે.
ભાદર 1 ડેમ સૌરાષ્ટ્રનોબીજા નંબરનો વિશાળ ડેમ ગણાય છે 34 ફૂટની સપાટી ધરાવતો આ ભાદર ડેમમાં પાણીની કુલ ક્ષમતા 6648 એમસીએફટી ની છે. જે ગયા વર્ષ દરમ્યાન ભારે વરસાદને લઈ ઓવર ફ્લો થયો હતો.  ભાદર ડેમ સિંચાઈ માટેનો મુખ્ય ડેમ છે ડેમમાં સિંચાઈ માટે સૌરાષ્ટ્ર ની સૌથી લાંબી 195 કિમિ ના સિંચાઈ ધરાવતી ભાદર કેનાલ મારફત રાજકોટ જૂનાગઢ અને પોરબંદર ત્રણ જિલ્લા ઓના 42 ગામોની 26800 હેકટર ખેતીની જમીન 195 કિમિમાં ફેલાયેલ સિંચાઈનું પાણી ખેડૂતોને આપવામાં આવે છે. રાજકોટ મહાનગર પાલિકા જેતપુર નગરપાલિકા અમરનગર જૂથ યોજના કાગવડ જૂથ યોજના તેમજ ગોંડલ તાલુકા  4 જેટલી જૂથ યોજના માં લઈ 65 જેટલા ગામોના આશરે 18 લાખ લોકોને  પીવાના પાણી નો મેઈન આધાર ભાદર 1 ડેમ છે.
ભાદર -1 ડેમ સિંચાઈ વિભાગના ડેપ્યુટી ઇજનેર મિતેશ મોવલિયા એ જણાવ્યું હતું કે હાલ ભાદર ડેમ માં  હાલ 3100 MCFT જથ્થો એટલે કે 24.70 ફૂટ જેટલું પાણી હોઈ  ઉનાળુ પાક માટે 2000 હેકટર જમીન માટે સિંચાઈ માટે ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે તો સિંચાઈ માટે આપવા માં આવશે અને બાકીનું પાણી પીવા ના પાણી માટે અનામત રાખવા માં આવશે  આગામી 31-07-2023 સુધી પાણી ની કોઈ સમસ્યા જેતપુર રાજકોટ તાલુકા ને રહશે નહીં હાલ ભાદર ડેમ 47 ટકા ભરેલ હોઈ પીવાના પાણી ની કોઈ સમસ્યા રહેતી નથી અને ઓગસ્ટ માસ પછી વરસાદ ખેંચાય તો સૌની યોજના અંતર્ગરત નર્મદા ઉપર પાણી નો આધાર રહશે.
( ફોટો હરેશ ભાલીયા )

IMG-20230223-WA0139.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *